Home દેશ - NATIONAL જયપુર-દોસા નેશનલ હાઈવે પર એક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના...

જયપુર-દોસા નેશનલ હાઈવે પર એક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત

40
0

(જી.એન.એસ) તા. 13

જયપુર,

જયપુર-દોસા નેશનલ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. એક કાર અને ટ્રેલર વચ્ચે અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત મનોહરપુર  નજીક નેકાવાલા ટોલ પ્લાઝા નજીક ઘટી હતી. જ્યાં એક કાર અને ટ્રેલર સામ-સામે અથડાયા હતા. મૃતકોમાં એક 12 માસનું બાળક અને બે મહિલાઓ સામેલ છે. તમામ મૃતક એક જ પરિવારના છે. તેઓ ખાટૂ શ્યામ મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતાં. 

આ માર્ગ અકસ્માતમાં કારમાં ફસાયેલા બે ઘાયલોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતાં. આ અકસ્માત ઓવરટેકના કારણે સર્જાયો હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. એક વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં કાર ટ્રેલરમાં ઘૂસી હતી. આ દુઃખદ ઘટના બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. સૂચના મળતાં જ સ્થાનિક પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. 

આ અકસ્માતમાં મૃતકો બાબતે પોલીસનું કહેવું છે કે, તે તમામ એક જ પરિવારના સભ્ય હતાં. તેઓ ખાટૂ શ્યામ દર્શન કરવા જઈ રહ્યા હતાં. આ ર્હદયદ્રાવક ઘટનાથી આખા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેલરને જપ્ત કરવામાં આવ્યું છે. ટ્રેલર ચાલકની ઓળખ થઈ રહી છે. પ્રારંભિક ધોરણે ઘટના કાર ચાલકની બેદરકારીના કારણે સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તપાસ હજુ ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર નેશનલ હાઈવે પર સુરક્ષિત ડ્રાઈવિંગ અને ટ્રાફિક નિયમોના પાલનની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field