Home દેશ - NATIONAL જયપુરમાં IAS અધિકારી 35,000 ની લાંચ લેતા ઘરપકડ કરાઈ

જયપુરમાં IAS અધિકારી 35,000 ની લાંચ લેતા ઘરપકડ કરાઈ

36
0

(જી.એન.એસ),તા.૨૦

રાજસ્થાન,

જયપુરમાં ACBની ટીમે મોટી કાર્યવાહી કરી છે. લાંચના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર પ્રેમસુખ બિશ્નોઈ અને એડિશનલ ડિરેક્ટર રાકેશ દેવની ધરપકડ કરી છે.  ટીમે આ બંને અધિકારીઓને રૂ. 35 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. ધરપકડ કરાયેલા બે આરોપીઓમાંથી પ્રેમસુખ બિશ્નોઈ આઈએએસ અધિકારી છે.  આ કાર્યવાહી હાથ ધરનાર એસીબીના એડીજી હેમંત પ્રિયદર્શીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલમાં ડીઆઈજી ડો. રવિના નેતૃત્વમાં આ બંને અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે.  

એસીબીએ શુક્રવારે સાંજે ટોંકના અન્નપૂર્ણા તળાવમાં માછીમારીનું લાઇસન્સ આપવા માટે 35 હજાર રૂપિયાની લાંચ લેતા ફિશરીઝ વિભાગના ડિરેક્ટર IAS અધિકારી પ્રેમ સુખ બિશ્નોઈ અને સહાયક નિયામક રાકેશ દેવની ધરપકડ કરી હતી. આરોપીએ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ લાલકોઠીમાં ફિશરીઝ વિભાગની ઓફિસમાંથી ધરપકડ કરી હતી. પ્રેમસુખ 1992 બેચના આરએસ અધિકારી છે. ત્રણ વર્ષ પહેલા IAS કેડરમાં બઢતી મળી હતી. તેઓ મે 2023 થી ફિશરીઝ વિભાગના નિયામક છે. આ વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્તિ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleBCCIએ ભારતીય ટીમમાં રિંકુ સિંહ સામેલ કર્યો, જે ઈંગ્લેન્ડ સામે રમશે
Next articleઆગામી 4થી 11 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ ગામડે ચલો અભિયાન ચલાવશે