Home દેશ - NATIONAL જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ

જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ

26
0

એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે કેપ્ટન સહિત 3 જવાન શહીદ થયા, ઓપરેશન હાલમાં ચાલુ

(GNS),23

જમ્મ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષા જવાનો અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર દરમિયાન બે કેપ્ટન સહિત 3 જવાન શહીદ થયા છે. રાજૌરીમાં ભીષણ ગોળીબારી ચાલુ છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન કર્યા બાદ ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના અને જમ્મૂ કાશ્મીર પોલીસના સંયૂક્ત દળોની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ છે. સેનાના જવાનોએ આતંકવાદીઓને ઘેરીને રાખ્યા છે. સેનાના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે કેપ્ટન સહિત 3 જવાન શહીદ થયા છે. ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરના રાજૌરી જિલ્લાના બાજીમલ જંગલોમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણમાં બે કેપ્ટન સહિત 3 જવાન શહીદ થઈ ગયા છે. કોર્ડન અને સર્ચ ઓપરેશન બાદ ધર્મસાલના બાજીમલ વિસ્તારમાં અથડામણ દરમિયાન આ ઘટના બની…

આંતકવાદીઓ, સેના અને જમ્મૂ- કાશ્મીર પોલીસના સંયૂક્ત દળોની વચ્ચે સતત ગોળીબારી ચાલી રહી છે. જણાવી દઈએ કે આતંકીઓને પાકિસ્તાનની મદદ મળી રહી છે અને આતંકી પાકિસ્તાની સેનાની મદદથી ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી રહ્યા છે. તેનો પહેલા પણ ખુલાસો થઈ ચૂક્યો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓની ડેડ બોડી જંગલોની અંદર જ પડેલી હતી અને આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલી ગોળીબારીના કારણે તેને બહાર કાઢવામાં આવી શક્યા નથી. આ પહેલા શુક્રવારે રાજૌરીના બુદ્ધલ વિસ્તારમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. તે આતંકવાદી પાસેથી 1 એકે-47 રાઈફલ, 3 મેગઝીન, 3 ગ્રેનેડ અને એક થેલી જપ્ત થઈ, જ્યારે તેના સાથી ભાગવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રવિવારે બે આતંકવાદીઓ કેરી ચદ્દર ગામમાં એક ઘરની પાસે આવ્યા અને ખાવાનું માગ્યુ. જ્યારે ખાવાનું આપવાની ના પાડનાર એક વ્યક્તિને આતંકવાદીઓએ માર માર્યો અને ઘટનાની જાણકારી સુરક્ષા દળને આપી. જો કે જ્યાં સુધી સુરક્ષાદળ વિસ્તારમાં પહોંચ્યુ, આતંકવાદીઓ ત્યાંથી ભાગી ચૂક્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field