(જી.એન.એસ) તા. 23
શ્રીનગર,
ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) એક ભયાનક અને નિર્દય આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા તેમજ સામાન્ય ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું એલાન કર્યું છે.
નિર્દોષ નાગરિકો સાથે ક્રૂરતાના આ બર્બર અને મૂર્ખતાપૂર્ણ કૃત્ય માટે આપણા સમાજમાં કોઇ સ્થાન નથી. અમે તેની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે ગુમાવેલા અનમોલ જીવન માટે શોક વ્યક્ત કરીએ છીએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોઇપણ વળતર પ્રિયજનોના નુકસાનની ભરપાઇ ન કરી શકે, પરંતુ સમર્થન અને એકજુટતાના પ્રતીકના રૂપમાં, જમ્મુ-કાશ્મીર સરકાર મૃતકોના પરિવાર માટે 10-10 રૂપિયાના વળતરની જાહેરાત કરીએ છીએ. મુખ્યમંત્રીએ ગંભીર રૂપથી ઇજાગ્રસ્તો માટે 2 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 1 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરીએ છીએ.
મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ કહ્યું હતું કે, મૃતકોના પાર્થિવ શરીરને સન્માનજનક રીતે તેમના ઘર સુધી પહોંચાડવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ મેડિકલ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે અમારી સંવેદનાઓ આઘાતમાં ડૂબેલા પરિવારો સાથે છે. આ દુખની ઘડીમાં તમારી સાથે ઉભા છીએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.