કેવી રીતે બની ગયું TRF કાશ્મીરમાં આતંકનો નવો ચહેરો?…
સેના-પોલીસ અને બિન કાશ્મીરીઓનું નિશાનો બનાવાય છે કે શું?!…
જમ્મુ કાશ્મીર જેલના ડીજી હેમંત લોહિયાની હત્યાના મામલામાં પોલીસે તેમના નોકર યાસિર અહમદની ધરપકડ કરી લીધી છે. પરંતુ ડીજી હેમંત લોહિયાના મોતની જવાબદારી લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. ટીઆરએફ કોઈ જૂનું આતંકવાદી સંગઠન નથી. આ આતંકી સમૂહ 2019માં સામે આવ્યું હતું. જોકે તેનું નામ કલમ 370 હટાવ્યા પછી ચર્ચામાં આવ્યું હતું. જ્યારે તેણે ટારગેટ કિલિંગની અનેક ઘટનાઓને અંજામ આપ્યો હતો. જમ્મુ કાશ્મીર પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી આ ઘટનામાં ટેરર એંગલ સામે આવ્યો નથી.
જોકે પોલીસ તેની પાછળ આતંકવાદી કાવતરાથી ઈનકાર પણ કરી રહી નથી. એવામાં ઘાટીમાં નવા આતંકવાદી સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટનું નામ સામે આવવું તે એક મોટા કાવતરા તરફ ઈશારો કરી રહ્યું છે. આખરે શું છે ટીઆરએફ. કેવી રીતે તે આતંકવાદી સંગઠન બન્યું. કોણ છે આ સંગઠનના સૌથી મોટા ચહેરા. આવો આ તમામ સવાલના જવાબ મેળવીએ. ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ જ્યારથી ચર્ચામાં આવ્યું છે. તેના નિશાના પર જમ્મુ કાશ્મીરના સરપંચ અને સ્થાનિક નેતા રહ્યા છે.
તે સમયે આ આતંકવાદી સંગઠને શ્રીનગરના લાલ ચોક પર સીઆરપીએફની ટુકડી પર હુમલો પણ કર્યો હતો. ટીઆરએફની પાછળ લશ્કર-એ-તોયબાનો હાથ માનવામાં આવે છે. આ સંગઠન તે સમયે ચર્ચામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2020માં તેણે બીજેપી કાર્યકર્તા ફિદા હુસૈન, ઉમર રાશિદ બેગ અને ઉમર હાજમની કુલગામમાં બર્બરતાથી હત્યા કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓના મતે કાશ્મીરમાં અન્ય બીજેપી નેતાઓની હત્યાની પાછળ પણ આ સંગઠનનો હાથ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘાટીમાં હવે આતંકવાદનું બીજું નામ બની ગયું છે ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ.
કેટલાંક જાણકાર બતાવે છે કે આ સંગઠન જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી બનાવવામાં આવ્યું હતું. જે લશ્કર જેવા આતંકી સંગઠન માટે એક કવરનું કામ કરે છે. આ સંગઠનને બનાવવાનું કાવતરું સરહદ પારથી રચવામાં આવ્યું હતું. જેમાં લશ્કર-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનની સાથે સાથે પાક એજન્સી આઈએસઆઈ પણ સામેલ હતી. ઉદ્દેશ્ય હતો કે ભારતમાં થનારા આતંકી હુમલામાં પાકિસ્તાનનું નામ સીધી રીતે ના આવે અને તે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં બ્લેક લિસ્ટ થવાથી બચી જાય. 14 ફેબ્રુઆરી 2019માં પુલવામામાં મોટો આતંકી હુમલો થયો હતો.
તે સમયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાએ પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ અને કેટલાંક બીજા આતંકી સમૂહોની મદદથી એક નવું સંગઠન બનાવવામાં આવ્યું. જેણે નામ આપ્યું ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ એટલે ટીઆરએફ. પરંતુ ત્યારે તેના વિશે કોઈ એજન્સી કે કાશ્મીરના લોકોને જાણકારી ન હતી. પરંતુ જ્યારે ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરી, ત્યારે આ સંગઠનના આતંકી અચાનક ઘાટીમાં સક્રિય થયા અને તેમણે એક પછી એક ઘટનાઓને અંજામ આપ્યો. આ તે સમય હતો જ્યારે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો બેનકાબ થઈ ગયો હતો. તે સમયે આખી દુનિયા આતંકી સંગઠનો પર સકંજો કસવા દબાણ બનાવી રહી હતી. પાકિસ્તાનના સરદાર સમજી ગયા હતા કે હવે આતંકવાદી સંગઠનો સામે કંઈક તો કરવું પડશે.
ત્યારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ઘાટીમાં આતંકને ફેલાવનારા સંગઠન લશ્કર-એ-તોયબાની સાથે મળીને એક નવું આતંકવાદી સંગઠન બનાવ્યું અને તેને નામ આપ્યું ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ. નવા આતંકી સંગઠન ધ રેજિસ્ટન્સ ફ્રન્ટનો એક જ ઉદ્દેશ્ય છે આતંકવાદ ફેલાવવો. ટીઆરએફ જમ્મુ કાશ્મીર ઘાટીમાં ફરી એકવખત તે સમય લાવવા માગે છે, જે 1990ના દાયકામાં રહેતો હતો. એટલે આતંકવાદનું રાજ. તે જમ્મુ કાશ્મીરના ખૂણે-ખૂણામાં આતંકવાદને વધારવા માગે છે. પરંતુ હંમેશા તેને ભારતીય એજન્સીઓ અને સેના તરફથી મજબૂત જવાબ મળે છે. સરહદ પારથી આ સંગઠનને જેટલી મદદ મળવી હોય તેટલી મળે, પરંતુ હવે ભારતીય સેના અને એજન્સીઓ તેના નાપાક ઈરાદાને નેસ્તનાબૂદ કરી રહી છે. ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે અસ્તિત્વમાં આવ્યા પછી સૌથી વધારે ટારગેટ કિલિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે.
આ આતંકી સંગઠને સૌથી વધારે પોલીસ ઓફિસરો અને નેતાઓને પોતાના નિશાન બનાવ્યા છે. ટીઆરએફ સાથે જોડાયેલા લોકો પ્રદેશમાં થનારી દરેક સરકારી અને રાજકીય ગતિવિધિ પર નજર રાખે છે. તેના માટે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ભારતીય સેના અને પોલીસના લોકો પર આ સંગઠનની નજર રહે છે. તે બીજેપી નેતાઓને પોતાના નિશાના પર રાખે છે. જેમાં અનેક વિસ્તારના સરપંચ અને સ્થાનિક નેતાઓનો સમાવેશ થાય છે. ટીઆરએફના આતંકી ઈચ્છે છે કે કોઈપણ બીજા રાજ્યનો વ્યક્તિ કાશ્મીરમાં ન રહે. આ જ કારણ છે કે તે સેના, પોલીસ અને નેતાઓ ઉપરાંત બિનકાશ્મીરીઓને પોતાના ટારગેટ બનાવે છે. આ આતંકી સંગઠનનો ભરપૂર પ્રયાસ રહે છે કે તે બહારથી આવેલા લોકોમાં એટલો ખૌફ ભરી દે કે તે લોકો જમ્મુ કાશ્મીરમાં આવવા કે કોઈ કરવા જેવી વાત બિલકુલ ભૂલી જાય.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.