Home દેશ - NATIONAL જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો

જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો

33
0

બાગાયતી વિભાગ મોટા શેડ માટે યુવાનોને સબ્સિડી અને લોન પણ આપે છે

(જી.એન.એસ),તા.૧૭

જમ્મુ

જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં મહિલાઓ, યુવાનો અને નિવૃત લોકો જોડાઈને સારી એવી કમાણી કરે છે. જમ્મુ કાશ્મીરનું વહીવટી તંત્ર આ માટે લોકોને મદદ કરે છે. પ્લાસ્ટિકની બેગમાં ઉગી નીકળેલી સફેદ રંગની જે ગોળાકાર વસ્તુને તમે જોઈ રહ્યા છો, તે મશરૂમ છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં અત્યારે ઘરે ઘરે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. સવારે અને સાંજે લોકો પોતાના ઘરે છત કે શેડની નીચે ઉગાડેલા મશરૂમને ચૂંટે છે અને સાફ કર્યા બાદ પેકિંગ કરીને વેચી દે છે. તુરંત રૂપિયા મળી જતાં હોવાથી મશરૂમ રોકડિયો પાક છે. નેશનલ એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાગાયતી વિભાગ મશરૂમની ખેતીને પ્રોત્સાહન આપવા તાલીમ પૂરી પાડે છે. મશરૂમની ખેતી ઓછા રોકાણમાં વધુ વળતર આપે છે, સૌથી મોટી વાત એ છે કે આ ખેતીને પાર્ટ ટાઈમમાં પણ કરી શકાતી હોવાથી યુવાનો અને મહિલાઓમાં મશરૂમની ખેતીનું પ્રમાણ વધ્યું છે.

મશરૂમને બીજમાંથી તૈયાર થતા સુધી મહત્તમ 20 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે, જેને જોતાં જમ્મુ કાશ્મીરનું હવામાન તેને માફક આવે છે. જે લોકો પાસે 100થી 500 ચોરસમીટર જગ્યા હોય, તેઓ શેડ લગાવીને મશરૂમ ઉગાડી શકે છે. બાગાયતી વિભાગ મોટા શેડ માટે યુવાનોને સબ્સિડી અને લોન પણ આપે છે.  ખેડૂતો 200થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મશરૂમ વેચે છે. ફક્ત ઉધમપુરમાં જ ખેડૂતોએ આ વર્ષે ત્રણ લાખ કિલોગ્રામ મશરૂમનો ઉતારો મેળવ્યો છે, જેમાંથી તેમણે 6 કરોડ રૂપિયાની આવક રળી છે. મશરૂમ આરોગ્યવર્ધક ખાદ્યચીજ હોવા ઉપરાંત તેની જુદી જુદી જાતોનો ઉપયોગ કેન્સરની સારવાર અને ઈમ્યુનિટી વધારતી દવાઓમાં પણ કરાય છે. જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં જ્યાં મોટા ભાગનાં લોકો પાસે જમીન ઓછી છે, ત્યાં મશરૂમ જેવો પાક તેમના માટે આશીર્વાદ બની રહ્યો છે. આગામી સમયમાં તેના ઉત્પાદનમાં ક્રાંતિ આવે તો નવાઈ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપલસાણા ગામ નજીક ખાડીમાંથી મળેલા અજાણ્યા યુવકની હત્યામાં મુખ્ય આરોપીની ધરપકડ
Next articleપ્રિ-વાયબ્રન્ટ સમિટ – એકતાનગર