Home દેશ - NATIONAL જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

18
0

(જી.એન.એસ),તા.20

ઉધમપુર,

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો પર આતંકી હુમલા વધી રહ્યા છે. ઉધમપુરના ડુડુ બસંતગઢમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરમા સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ પર થયો હતો. આતંકી હુમલામાં એક ઈન્સ્પેક્ટર શહીદ થયો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. આ પહેલા ગત, 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સુરક્ષા દળો પેટ્રોલિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જંગલમાં આતંકવાદીઓ સાથે સામનો થયો હતો. એન્કાઉન્ટરમાં સીઆરપીએફના એક ઈન્સ્પેકટર શહીદ થયા હતા. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આસપાસના વિસ્તારને મોટા પાયે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફ ઈન્સ્પેક્ટર કુલદીપ સિંહ શહીદ થયા છે. કુલદીપ હરિયાણાના રહેવાસી છે. છેલ્લા કેટલાક વર્ષો સુધી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ શાંત રહ્યાં હતા, પરંતુ હવે તેમના હુમલા જમ્મુ ક્ષેત્રમાં વધી રહ્યા છે. ઉધમપુરનો વિસ્તાર ઘણા વર્ષોથી કાશ્મીરની તુલનામાં શાંતિપૂર્ણ છે. પરંતુ હવે અહીં પણ હુમલા વધી ગયા છે. આ વિસ્તારમાં ખાસ કરીને પીર પંજાલ રેન્જના દક્ષિણી વિસ્તારોમાં આતંકી પ્રવૃત્તિમાં વધારો થયો છે. આ વિસ્તારોમાં ખૂબ જ ગાઢ જંગલો અને ઢોળાવવાળી ટેકરીઓ વાળો છે, જે આતંકવાદીઓને છુપાવવામાં મદદ કરે છે. જો કે, સુરક્ષા દળો સતત સ્પેશિયલ ઓપરેશન ચલાવીને આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. આ વિસ્તારમાં વધી રહેલી આતંકવાદી ગતિવિધિઓને જોતા સરકારે પણ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે એન્કાઉન્ટર અને ઓચિંતા હુમલાઓ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોલકાતા રેપ-હત્યા કાંડમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મોટો આદેશ
Next articleBCCI દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્રિકેટ ટૂર્નામેન્ટની તારીખોની જાહેરાત