Home ગુજરાત ઉત્તર ગુજરાત જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી...

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર : મંત્રીશ્રી બલવંત સિંહ રાજપૂત

11
0

રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૭૨ તાલુકા, ૧૮,૭૨૩ ગામ માટે રી સરવેની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું હતું જે પૈકી ૧૮,૦૪૬ ગામોને રી-સરવેની કામગીરી હેઠળ આવરી લેવાયા

(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર/અરવલ્લી/સાબરકાંઠા,

વિધાનસભા ખાતે અરવલ્લી, સાબર કાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં જમીન રી સરવે ની કામગીરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિહ રાજપૂતે જણાવ્યું છે કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પાર દર્શીતા અને નિર્ણાયક્તાથી જમીન રી સરવેની કામગીરી આરંભી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર છે.

તેમણે ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં રી સરવે અંગેની ૨૫૧૯ અરજીઓ તથા સાબરકાંઠા જિલ્લામાં રી સરવે અંગેની ૬૩૫૮ અરજીઓ આવી હતી. તે પૈકી અરવલ્લી જિલ્લામાં ૧૨,૧૯૧ અરજીઓનો તથા સાબરકાંઠા જિલ્લામાં ૨૨,૨૨૬ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જે અરજીઓ પેન્ડીંગ છે તે ગામોના કલસ્ટર બનાવી માઈક્રો પ્લાનીંગથી અરજીઓના નિકાલની કામગીરી પ્રગતિમાં છે.

મંત્રીશ્રી એ ઉમેર્યું કે, દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતે રી-સરવેની કામગીરી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. સમગ્ર રાજયમાં માપણીની કાર્યવાહી જમીન મહેસુલ કાયદાની કલમ-૯૫ હેઠળ મુળ માપણી સને ૧૮૮૬ થી શરૂ કરી વિવિધ જીલ્લાઓમાં તબક્કાવાર પ્રથમ માપણી પુર્ણ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૪ થી ખેડુત ખાતેદારોનો જમીન સંબંધિત રેકર્ડ (૭/૧૨) ને સમગ્ર દેશમાં પ્રથમ વખત ઓનલાઇન (વેબ બેઝ) રેકર્ડ ઉપલબ્ધ કરાવવાના સાર્થક પ્રયાસો બાદ ખેતીની જમીનોના નકશાઓને પણ ડીઝીટલી તૈયાર કરી ઓનલાઇન ખેડુત ખાતેદારોને ઉપલબ્ધ કરાવવાના હેતુસર રાજય સરકારે આધુનિક માપણીના સાધનો જેવાકે ડીજીપીએસ/ઈટીએસ વડે ખેતીની જમીનોની રી સરવે કરાવવાનું નક્કી કર્યું હતું. તેના ભાગ રૂપે સમગ્ર રાજયમાં મહેસુલ વહીવટ સંગીન બનાવવો અને જમીન દફતર અધ્યતન કરવું. એસ.આર.એ. એન્ડ યુ.એલ.આર. યોજના અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ થી પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર જિલ્લામાં ખેતીની જમીનોની આધુનિક સાધનો દ્વારા માપણી કરી અધ્યતન રેકર્ડ તૈયાર કરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો.

મંત્રી શ્રી એ કહ્યું કે, રાજ્યના ૩૩ જિલ્લામાં ૨૭૨ તાલુકા, ૧૮,૭૨૩ ગામ માટે રી સરવેની કામગીરી નક્કી કરવામાં આવ્યું હતુ જે પૈકી ૧૮,૦૪૬ ગામો રી સરવે કામગીરી હેઠળ આવરી લેવાયા હતા. જે પૈકી ૧૮,૦૩૫ ગામોમાં માપણી કામગીરી પુર્ણ થઈ છે.

મંત્રીશ્રી એ ઉમેર્યું કે, છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ-૨૦૧૭ થી વર્ષ-૨૦૨૨ અંતિત ૪,૪૪૯ અરજીઓ આવેલ જેમાંથી ૩,૨૩૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વર્ષ- ૨૦૨૩ તથા ૨૦૨૪માં નવી ૧,૩૦૫ અરજીઓ આવેલ તથા તે બે વર્ષના સમયગાળામાં ૩૪૫ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આમ, વર્ષ-૨૦૧૭ થી વર્ષ-૨૦૨૪ અંતિત કુલ ૪,૭૫૪ અરજીઓ આવેલ તેમાંથી ૩,૫૭૮ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના જે ગામોમાં ખેતીની જમીનની માપણીમાં પ્રમોલ ગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓના નિકાલ માટે ખેડૂતોને સાથે રાખી પારદર્શી રીતે ચોક્સાઇથી અને ખેડૂતોને સંતોષ થાય તે રીતે પુનઃ માપણી કરી વાંધા અરજીનો નિકાલ સત્વરે કરવા સૂચના ઓ આપી છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને ન્યાય મળી રહે અને હેરાન ન થવુ પડે તે માટે નિ:શુલ્ક સાદી અરજી કરી સુધારો કરાવવા માટે વખતો વખત ખેડુતોની વાંધા અરજીઓ સ્વીકારવાની મુદત ૩૧/૧૨/૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમીન રી-સરવેની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં જમીનોની રી સરવે કામગીરી સને ૨૦૦૯-૧૦ થી શરુ કરી તબક્કા વાર તમામ ૩૩ જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવી છે. રી સરવે કામગીરી મુખ્ય ચાર તબક્કામાં કરવામાં આવે છે. જેમાં માપણી, માપણીના પ્રાથમિક નકશા પરત્વે ખાતેદાર દ્વારા કોઇ ભુલ અંગેની રજુઆત કરે તો તેનો નિકાલ, માપણીની ભુલોની નિકાલ થયા પછી નવા તૈયાર થયેલ રેકર્ડની મહેસુલી તંત્રના તમામ જવાબદાર કર્મચારી અને અધિકારી દ્વારા નિયમાનુસાર ચકાસણી અને  રેકર્ડ ચકાસણી પછી તેને પ્રમાણિત એટલે કે પ્રમોલગેશન કરવાની કામગીરી. આ ચારેય તબક્કાની કામગીરી પારદર્શી અને ભુલો વગરની થાય તે માટે સ્વયં સ્પષ્ટ સુચનાઓ,પરિપત્રો અને માર્ગદર્શીકા અમલમાં છે.

માપણી કરવા અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિ સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક ગામે ગ્રામસભા પછી જે તે ખાતેદાર કે હિસ્સેદારની હાજરીમાં સ્થળ પર જઇ જમીન માપણી આધુનિક સાધનો ઇ.ટી.એસ. અને ડી.જી.પી.એસ. મશીન વડે કરવામાં આવે છે. રી સરવે પછી તમામ પૈકી સરવે નંબરોને નવા નંબર અપાનાર હોય માપણી શરૂ કરતાં પહેલાં તમામ પૈકી નંબરોની માહિતી મેળવી તથા તેની માપણીના ડેટા ને કચેરીમાં પ્રોસેસ કરી સ્થળસ્થિતી મુજબના દરેક ખેતરના નકશા તૈયાર કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field