અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર તેમજ એસટીની આસપાસ સામાન્ય લોકોનું જીવવું હરામ કરનાર ગુજસીટોકના આરોપી શરીફ ખાનની મિલકતને પોલીસે બૂલડોઝર ફેરવી નાખ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં પોલીસ માટેનું વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. જમાલપુર વિસ્તારમાં રહેતા કેટલાક સામાજિક તત્વોએ પોતાની ખંડણી ઉઘરાવવાનો આખો ફેમિલી બિઝનેસ બનાવી દીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં ઝોન ત્રણ ડીસીપી સુશીલ અગ્રવાલ તમામ સામે ગુજસીટોક ગુનો દાખલ કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કાર્યવાહી કરી હતી.
હવે પોલીસે એક સ્ટેપ આગળ વધીને આ ગૂનેગારોની મિલકત પર જ બૂલડોઝર ફેરવી નાખી છે, જેના કારણે ગૂનેગારોની આતંક ઘણા અંશે ડર થવા જાય છે. અમદાવાદના ગૂનેગારો શરીફ ખાન અને તેના પરિવારના સભ્યો આ વિસ્તારમાં અનેક લોકો પાસે ખંડણી ઉઘરાવતા હતા. કોઈ પોતાના ઘરની આસપાસ કન્સ્ટ્રક્શન કરે તો તેમને પણ ધમકી આપીને રૂપિયા પડાવવા હતા. જેના કારણે સંખ્યાબંધ લોકો પરેશાન હતા. આ દરમિયાન પોલીસની કાર્યવાહીના કારણે તમામ સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો છે અને તેમને જેલના લખી દેવામાં આવ્યા છે.
હવે કોર્પોરેશનની સાથે મળીને પોલીસે આ ગુનેગારોની મિલકતમાં બૂલડોઝર ફેરવી દીધું છે. સવારે કરેલી કામગીરીમાં ગૂનેગારોના મિલકત પર બૂલડોઝર ફેરવી નાખવામાં આવી છે. ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદના વચ્ચોવચ આવી ઘટનાઓ રોજ બને છે. ટપોરીઓનો આતંક એટલો છે કે હપતા ઉઘરાવવાનો ધંધો પારિવારિક બનાવી દીધો છે, જેને તેઓ હમઝા કે બાલમ ટેક્સનું નામ આપી દીધું છે. કોઈને પણ લારી-ગલ્લો ચલાવવા હોય તો તેમને હપતો ચૂકવવો જ પડે.
જો કોઈને મકાનમાં એક ઈંટ પણ મૂકવી હોય કે પ્લાસ્ટર કરાવવું હોય તો પણ તેમને રૂપિયા ચૂકવવા પડે. નહીં તો આ ગેંગના ટપોરીઓ ત્યાં આવીને તોડફોડ કરે. અત્યાર સુધી ગેંગથી પીડાતા સેંકડો લોકો છે અને 37 જેટલી ફરિયાદ પણ થઈ છે. એક ઓર્ગેનાઈઝ કહેવાતા આ આખા રેકેટને અમદાવાદ શહેરના ડીસીપીએ પર્દાફાશ કર્યો છે. વર્ષોથી પરેશાન લોકોને આ ગુનેગારોથી થોડીક રાહત મળે તે માટે તેમની સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરીને તેમને સબક શીખવવા પ્રયાસ શરૂ કરી દીધા છે.
આ અંગે ઝોન 3 ડીસીપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, છ આરોપી સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. જેઓનો ખૂબ જ આતંક હતો. તેમનો કાગડાપીઠ, જમાલપુર, એસટી જેવા વિસ્તારમાં સામાન્ય ગરીબ લોકોને રોજગાર કરવા માટે પણ હપ્તા ઉઘરાવતા હતા. એટલું જ નહીં, કોઈને નાની મોટી રિનોવેશન કરવું હોય તો પણ તેમની પાસે રીતસર રૂપિયા પડાવતા હતા. આ લોકોની એટલી હદે દાદાગીરી હતી કે, તેમની સામે ઘણા લોકો ફરિયાદ કરી નથી.
અત્યાર સુધી તેમની સામે 37 ફરિયાદ થઈ છે અને હવે તેમની સામે ગુજસીટોક ગુનો દાખલ કરીને આવા ગૂનેગારોને સબક મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવે છે. શહેરમાં જમાલપુર વિસ્તારમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આવેલી છે, પણ તેનું કામ અમદાવાદ શહેરનું ઓર્ડર કંટ્રોલ કરવાનું છે. પરંતુ તેમના વિસ્તાર કે જ્યાં કચેરી આવેલી છે, ત્યાં હજારો લોકો ગુનેગારોથી પરેશાન છે અને આજકાલના નહીં વર્ષોથી તેઓના આ ગૂનેગારોને ટેક્સ આપવો પડે છે. આ ગૂનેગારો એક જેલમાં જાય તો બીજો વહીવટ કરે છે
અને આ રીતે આંખો પરિવાર લોકો પાસે રૂપિયા ઉઘરા આવે છે એટલો બધો ત્રાસ આપે છે કે લોકોના ઘરમાં જઈને તોડફોડ કરે છે જે વ્યક્તિ જેલમાંથી બહાર આવે તે પોતાની રકમ ડબલ કરી દે છે. શહેરના કોટ વિસ્તારમાં આવેલ જમાલપુરમાં એક ગેંગે નાકે દમ લાવી દીધો હતો. આ ગેંગના સભ્યો એક જ પરિવારના 5 લોકો હતા અને અન્ય એક મળી 6 સભ્યોની ટોળકી છે. આ ગેંગ 7થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે આરોપીઓ સામે ગાળિયો કસવા ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે.
આ ગેંગમાં 3 સગાભાઈઓ અને તેમના બે પુત્રો સાથે એક શખસ મળી કુલ 6 આરોપીઓ છે. જેમાં ગેંગનો મુખ્ય આરોપી બાલમખાન પઠાણ હતો, પરંતુ એકવાર જેલમાં ગયા બાદ ગેંગનો કારોબાર પુત્ર હમઝા પઠાણ સભાળ્યો હતો. આ ગેંગમાં હમઝા ખાન હથિયાર રાખી કોઈની પર હુમલો કરતો, જે સહેજ પણ ખચકાતો નહીં. આમ ગેંગમાં 40 જેટલા ગુનાઓ આચરી વિસ્તારમાં આંતક મચાવ્યો છે. આ ગેંગના સભ્યોની વાત કરીએ તો આરોપી બાલમખાન પઠાણ, અજીમખાન પઠાણ અને શરીફખાન પઠાણ ત્રણે સગા ભાઈઓ છે, જેમાં બાલમખાનના બે પુત્ર હમઝા પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજ પઠાણ છે.
જેમાં અન્ય એક સાગરીત મઝહરખાન પઠાણ છે. આ ગેંગના તમામ સભ્યો વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ અને આર્મ્સ એકટના ગુના આચરી ચૂક્યા છે. છેલ્લા 8 વર્ષથી આ ગેંગ સક્રિય થઈ છે, જેનાથી જમાલપુર વિસ્તારના સમગ્ર લોકો ત્રાહિમામ પોકારી ઉઠી હતી. કારણ કે આરોપીઓ સામાન્ય બાબત પર જીવલેણ હુમલો કરી દેતા હતા. એટલું જ નહીં, સામાન્ય લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવા અને મારામારી કરવી એ સાવ નજીવી બાબત બની ગઈ હતી. જેને લઈ સ્થાનિકોમાં એક ડર બેસી ગયો હતો. જેમાં મોટા ભાગના લોકો આ ગેંગ સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવામાં પણ ડરી રહ્યા છે.
ત્યારે આ ગેંગના સભ્યો વિરુદ્ધ 40 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. જેમાં મુખ્ય આરોપી હમઝા ખાન વિરુદ્ધ 18 જેટલા ગુના આચર્યા છે. જ્યારે શરીફખાન પઠાણએ 12, બાલમખાન પઠાણ 9, અજીમખાન પઠાણ 8, શેરબાઝખાન 6 અને મઝહરખાન પઠાણ 3 ગુના આચર્યા છે. ગેંગ સામે હવે પોલીસે ગાળિયો કસી આ ગેંગના આરોપી શરીફખાન પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજખાન પઠાણની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હમઝાખાન અને અજીમખાન જેલમાં હોવાથી આગામી દિવસોમાં તે લોકોને ટ્રાન્સફર વોરંટ લાવી કાયદેસરની કાર્યવાહી કરશે.
જમાલપુર વિસ્તારમાં જો કોઇ બાંધકામ કરે તો આ ગેંગ દ્વારા તેની પાસે પૈસા પડાવવામાં આવતા હતા અને એવું કહેતા કે વિસ્તારમાં હમઝા ટેક્સ અને બાલમ ટેક્સ વગર બાંધકામ ન કરી શકે. આવી રીતે આ ગેંગ સ્થાનિકો હેરાન કરતી હતી, ત્યારે આરોપી હમઝાખાને મ્યુ. કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદે 10 દુકાન અને એક બંગલો પર બાંધ્યો છે.
ત્યારે આ ગેંગ દ્વારા બેનામી સંપત્તિ અને ગુનાની તમામ હકકીતોની તપાસ કરવા ઇ ડિવિઝનના એસીપી સોંપવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.