Home ગુજરાત જનતા નક્કી કરશે તેને મેન્ડેડ અપાશે યાદી જાહેર નહી કરે જનવિકલ્પ

જનતા નક્કી કરશે તેને મેન્ડેડ અપાશે યાદી જાહેર નહી કરે જનવિકલ્પ

1600
0

જનવિકલ્પ જનતાની પાર્ટી છે ઉપરથી ડોકી બેસાડેલા નહિં પણ સાચા અર્થમાં જનપ્રતિનિધિની જ પસંદગી કરાશે
(જી.એન.એસ.) ગાંધીનગર તા.20
જનવિકલ્પ મોરચા દ્વારા ગુજરાત વિધાનસભાની વર્તમાન ચુંટણીમાં ઉમેદવારોની યાદી અન્ય રાજકીય પક્ષોની જેમ જાહેર કરવામાં આવશે નહી. આવી યાદી જાહેર નહી કરવાનું વલણ અપનાવીને જનવિકલ્પ મોરચાએ એક નવતર અભિગમ રૂપે લોકો અને મતદારો ભેગા થઇને પોતાનો જે ઉમેદવાર નક્કી કરે અને એ ઉમેદવાર પાસેથી ઉમેદવારી પત્ર ભરાવીને અમને કહેશે કે આ અમારા જન ઉમેદવાર છે અને તેમને જનવિકલ્પ પાર્ટીનો મેન્ડેટ આપે એટલે જનવિકલ્પ મોરચો લોકોએ ભેગા થઇને નક્કી કરેલા જનતાના જન ઉમેદવારને પાર્ટીનો મેન્ડેટ આપી દેશે જનવિકલ્પ મોરચાએ આ નવતર અભિગમ એટલા માટે અપનાવ્યો કેમકે અમારી પાર્ટી ભાજપ કોગ્રેસની જેમ પરંપરાગત રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં માનતી નથી જનવિકલ્પ મોરચો પ્રજાની લોકોની જનતાની પાર્ટી છે લોકો ચુંટણી વખતે ભેગા થઇને તેમને એમ લાગે આ વ્યકિત અમારા પ્રજાલક્ષી કાર્યો કરશે અને તેમને ચુંટણીમાં ઉભા રાખવા જેવા છે અને ઉમેદવારી નોંધાવે તો અમારૂ કલ્યાણ થાય એવા લોકોએ નક્કી કરેલા ઉમેદવાર એટલે જન ઉમેદવાર અને આ જનઉમેદવારને જનવિકલ્પ મોરચો અમારા ઘટક પક્ષ એવા ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ચુંટણીનું પ્રતિક ટ્રેક્ટર છે તે ફાળવવા માટે મેન્ડેટ આપશે. જનવિકલ્પ મોરચા નું ચુંટણી પ્રતિક ટ્રેકટર છે તેથી લોકોએ ભેગા થઇને સર્વાનુમતે નક્કી કરેલા ઉમેદવાર અમારુ સત્તાવાર ચુંટણી પ્રતિક ટ્રેકટરને લઇને પ્રજાના કામો માટે ચુંટણી જંગના મેદાનમાં ઉતરશે લોકોએ નકકી કરેલા આ ઉમેદવારને જીતાડવા માટે અમારી પાર્ટીના પ્રણેતા અને રાજપાના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાધેલા તથા તેમની સમગ્ર ટીમ જનઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રયાસો હાથ ધરશે. જનવિકલ્પ પાર્ટી વાયદામાં નહી પણ લોકોના ફાયદા માટે હોવાથી જેનો ખરેખર અમલ કરી શકાય એવા કામોની યાદી જેતે સમયે લોકો સુધી પહોંચાડશે. જનવિકલ્પ પાર્ટીએ ભાજપ કોગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોથી હટીને એક નવતર અભિગમ અપનાવ્યો છે જનપ્રતિનિધિ લોકોએ જ પસંદ કરવા જોઇએ રાજકીય પક્ષો દ્વારા ઉપરથી ઠોકી બેસાડેલા ઉમેદવારો સાચા અર્થમાં જનપ્રતિનિધિ કે જનઉમેદવાર કહી શકાય નહિ. તેથીજ અમારી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર નહી કરવાનો એક મહત્વનો તથા પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે અને પ્રજામાંથી તેને ઠેર ઠેર આવકાર પણ મળી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબાપુના વિઝનને મોડે મોડેથી સમજેલા મોદી એનો અમલ કરવામાં પણ મોડા પડ્યા
Next articleભાજપ હારશે તો મુસ્લીમો મારશે..!!, શું હિન્દુઓ ડરપોક કે મુર્ખ છે…?