Home ગુજરાત જનતાને પાણીના કરકસરની સૂફીયાણી સલાહ અને મુખ્યમંત્રીના વોટર પાર્કમાં ધુબાકા…!!?

જનતાને પાણીના કરકસરની સૂફીયાણી સલાહ અને મુખ્યમંત્રીના વોટર પાર્કમાં ધુબાકા…!!?

1294
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.7
ભાજપ સરકારે નર્મદાનું પાણી વેડફી નાંખ્યા બાદ લોકોને પાણીની ભારે તંગી છે સાચવીને વાપરવા અને ખેડૂતોને પાણી નહિ મળે એવો આદેશ આપી લાખો ખેડૂતોને ખેતીવાગરના કરીને હવે મુખ્યમંત્રી 8 એપ્રિલના રોજ ભારતના સૌથી મોટા વતારપાર્કનું ઉદ્ઘાટન કરીને છબછબિયાં કરીને તરસ્યા લોકોના ઘા ઉપર ટાટા નમક છાંટવાનું શરમજનક કામ કરવા જય રહયા છે. એટલું જ નહિ આણંદ જિલ્લામાં જે એન્જોય સિટી વોટર પાર્કનું ઉદ્ઘાટન કરવાના છે તેની જમીનને લઈને કોઈ વિવાદ પણ સર્જાયો છે.
ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા સહીત કેટલાય ગામોમાં પીવાના પાણીની જબરજસ્ત તંગી છે. લોકોને ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. લોકોને પાણીની કારકસરની સૂફીયાણી સલાહ આપનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી 8 એપ્રિલના રોજ ભારતના સૌથી મોટા વોટર પાર્કમાં ધુબાકા મારવા જશે. ધી એન્જોય સીટી કંપનીએ આપેલી જાહેરાતમાં રૂપાણીનો ફોટો છાપીને જાહેર કર્યું છે કે સીએમ 8મીએ આ વોટરપાર્કનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન વખતે લાઈવ કોન્સરટ પણ યોજાશે. પાણીની કરકસર ગણાવી સરકારે હોળીમાં ક્લબોમાં રેન ડાન્સ બંધ રખાવ્યો હતો. સ્વીમીંગ પૂલ બંધ કરાવ્યા છે. ત્યારે રાજ્યના ખુદ સીએમ જ ભારતના સૌથી મોટા વોટરપાર્ક નું ઉદ્ઘાટન કરશે ત્યારે તેમાં પાણી ક્યાંથી આવશે, કેટલું પાણી વેડફાશે અને એક તરફ લોકો એક એક ડોલ પાણી માટે ભટકી રહયા હોય ત્યારે આવા તાયફા સીએમને શોભે ખરા એવો પણ એક પ્રશ્ન ભાજપમાં ચર્ચાઈ રહ્યો છે.
સરકાર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ખાનગી બોરમાંથી પાણી લેવા આયોજન કર્યું છે ત્યારે ભારતના સૌથી મોટા વોટરપાર્કમાં લાખો લીટર પાણીનો જથ્થો બોરમાંથી લાવવામાં આવ્યો હશે તો આ વોટરપાર્ક ના કેટલા બોર છે અને તેનો ઉપયોગ પ્રજામાટે કેન ના કરાયો તેવી પણ કાનફૂસી થઇ રહી છે. પોતાને સંવેદનશીલ સરકાર ગણાવનાર મુખ્યમંત્રી પાણી ના મુદ્દે બિનસંવેદનશીલ બન્યા હોવાની છાપ પડી રહી છે. અખબારોમાં રોજેરોજ પાણી માટે વલખા મારતી બહેનોના ફોટા જોઈને પણ સરકારને એમ નથી લાગતું કે આવા ઉદ્ઘાટનમાં કેમ કરીને જવાય. ખેડૂતોને પોલીસના ડંડા ખાવા પડે છે ખેતી માટે પાણી મેળવવા અને વોટરપાર્કના ઉદ્ઘાટનમાં જવું એ લાખો ખેડૂતોના ઘા ઉપર મીઠું ભભરાવા સમાન છે.
એન્જોય સિટી વોટરપાર્કનો દાવો છે કે તે દેશનો સૌથી વિશાળ વોટરપાર્ક છે, જેનો સરળ અર્થ પણ તેવો છે કે વિપુલ માત્રામાં પાણીની ખપત પણ થશે, આણંદના મહિસાગરના કિનારે થનાર વોટર પાર્ક માટે પાણીનો સ્ત્રોત મહી નદી હશે અથવા બોર દ્વારા વોટરપાર્ક ભરવામાં આવશે, એક તરફ રાજ્યના હજારો ગામડાઓને પીવાનું પાણી નથી, ત્યારે આણંદના વિશાળ વોટરપાર્કમાં મોજમસ્તી માટે પાણીનો વેડફાટ થશે.
ભાજપની અંદર જ સીએમ સામે આ મુદ્દે નારાજગી ચાલી રહી હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ કાર્યક્રમ માટેના મોટા હોર્ડીંંગ સમગ્ર આણંદ શહેરમાં લાગી ગયા છે, પરંતુ એક પણ ભાજપી નેતાને તેની શરમ આવતી નથી અને કોઈ ભાજપી નેતામાં મુખ્યંત્રી વિજય રૂપાણીને હિંમત કરી કહ્યું નથી કે તમે વોટર પાર્કના ઉદ્દઘાટનમાં આવશો તો આપણુ ભુંડુ લાગશે. આખા રાજ્યમાં પાણી સત્તાવાર તંગી અને એક જણ ભારતનો સૌથી મોટો વોટર બનાવીને વળી તેના ઉદ્ઘાટન માટે સીએમ ને બોલાવે અને સીએમ હાં પણ પાડે અને તેની પ્રસિદ્ધિ પણ થાય તે માટે વોટરપાર્કના માલિકને ધન્યવાદ આપવા જોઈએ કે તેઓ આ સરકાર અને આ સીએમને બરાબર ઓળખી ગયા લાગે છે.
આ વોટરપાર્ક આણંદ જિલ્લામાં માહિસાગરના કિનારે વાલવોડ ખાતે ભાદરણ અને બોરસાદની વચ્ચે બનાવાયો છે.8મીએ બપોરે 3 વાગે ભાજપના સીએમ અને કાર્યકરો લોકોના ઘા ઉપર મીઠું નાંખવાનું કામ કરશે એવી પણ એક લાગણી હાથમાં ખાલી માટલું લઈને કોઈ મહિલા બોલે તો તેમાં જરાયે ખોટું નહિ ગણાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકાર સંચાલકોના ઘુંટણીએ પડી, સ્કુલોમાં 17 થી 82 હજાર ફી લેવાની છૂટ
Next articleસ્મૃતિ ઇરાનીએ ફરી બાફ્યું….!!, જીવીત સેશાનને શ્રધ્ધાંજલિ આપી દીધી…!