Home ગુજરાત જનતાને જૂઠ્ઠા વાયદા અને ખર્ચાળ વિકાસ નહિ મોંઘવારી મુક્ત ભારત જોઈએ

જનતાને જૂઠ્ઠા વાયદા અને ખર્ચાળ વિકાસ નહિ મોંઘવારી મુક્ત ભારત જોઈએ

1416
0

(જી.એન.એસ., ધવલ દરજી), તા.24
વર્ષ-૨૦૧૪માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના વડાપ્રધાન પદે મનમોહનસિંહ અને ભાજપ એટલે કે એનડીએ તરફથી નરેન્દ્ર મોદીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણીના પરિણામો આવ્યા એટલે દેશમાં નવો જ ઉદય થયો હોય તેમાં ૧૨૫ કરોડ દેશવાસીઓમાં નવો જ ઉમંગ હતો તેનું કારણ હતું કે નવી સરકાર એટલે કે એનડીએ (મોદી સરકાર) દેશની રાજધાની દિલ્હીમાં બિરાજમાન થવાની હતી. મોદી સરકાર તરફી પ્રજાએ ચુકાદો આપ્યો અને દેશના વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી. ત્યારે દરેકને લાગ્યું કે હવે આપણા અચ્છે દિન આવશે. શપથવિધિમાં જ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારી સરકાર એ ગરીબોની સરકાર, દલિતો, શોષિતો, વંચિતો, પિડિતોની સરકાર. સમય વિતતો ગયો અને પ્રજા સમક્ષ વાસ્તવિકતા આવતી ગઈ. અત્યારે હાલ મોદી સરકારને ચાર વર્ષ કરતાં પણ વધુ સમય પૂર્ણ થયો હોવા છતાં પ્રજાને એક પણ ફાયદો કે રાહત મળી નથી. દેશમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ, કાશ્મીરમાં પાકનું નાપાક ફાયરિંગ અને આતંકવાદ, જીએસટી, નોટબંધી તમામ મોરચે મોદી સરકાર સતત નિષ્ફળ નિવડી છે.
પ્રજા સતત મોંઘવારીનો માર સહન કરતી આવી છે અને હાલ પણ સહન કરે છે ત્યારે સવાલ એક જ થાય છે કે શું મોદી સરકાર મોંઘવારીમાં રાહત આપી શકશે ખરી…? પ્રજાને જૂઠ્ઠા વાયદા કરી કેન્દ્રની ભાજપ સરકારે ફક્તને ફક્ત લોલીપોપ જ પકડાવી દીધી. ૨૦૧૪ પહેલાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના મુખ્યમંત્રીઓથી માંડીને પ્રદેશ અધ્યક્ષથી લઈ ભાજપના કાર્યકરો મોઁઘવારી, પેટ્રોલ-ડિઝલ,જીએસટી સહિતના તમામ કોંગ્રેસના પગલાંઓનો વિરોધ કરતાં હતા ત્યારે આજે મોદી સરકારે કોંગ્રેસની તમામ નિતીઓને અમલી બનાવી પોતાની વાહ-વાહી કરવા લાગ્યા છે. પ્રજાને રાહત આપવાને બદલે સરકારની તિજોરીઓ ભરવામાં વ્યસ્ત મોદી સરકાર ગરીબથી માંડીને મધ્યમ વર્ગની હાલત જુએ તો વાસ્તવિકતા ખબર પડે. આજે એટલે કે ગુરુવારે પેટ્રોલના ભાવ લગભગ ૭૭ની નજીક પહોંચી ચૂક્યા છે અને ડિઝલે તો રેકોર્ડબ્રેક ૭૩ રૃપિયાનો જાદુઈ આંક વટાવી લીધો છે. જે કોંગ્રેસના રાજમાં ડિઝલના ભાવ ૬૨-૬૩થી ઉપર નહોતા જતાં એ ડિઝલના ભાવ મોદી સરકારમાં ચિત્તાની રફ્તારથી વધવા લાગ્યા છે. શું ખરેખર મોદી સરકારની અણઆવડતથી દેશની હાલત બદ્દતર થઈ ગઈ છે? ચાર વર્ષ પૂર્ણ થતાં જ મોદી સરકાર પોતાની સિદ્ધિઓ અને પ્રચાર-પ્રસારના માધ્યમ દ્વારા કરોડો રૃપિયાનું આંધણ કરશે અને બિચારી લાચાર પ્રજા મોંઘવારીના ભરડામાંથી બહાર નહિ આવે. શું દેશમાં મોંઘવારી,પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા મોદી સરકારના હાથમાં નથી? શું મોદી સરકાર નુકસાન વેઠીને ૧૨૫ કરોડ દેશવાસીઓને અચ્છે દિન ન આપી શકે?
મોંઘવારી મુદ્દે હાલમાં સમગ્ર દેશમાં રાજકીય પાર્ટીઓથી માંડીને ૧૨૫ કરોડ દેશવાસીઓમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. ત્યારે મોદી સરકાર પ્રજાને ફક્તને ફક્ત વાયદા કરીને રાહત આપીશું…રાહત આપીશું તેમ કહીને પ્રજાને આશ્વાસન આપી રહી છે. બેફામ નિવેદનો કરવામાં અગ્રેસર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ બે દિવસ પહેલાં કહ્યું કે વિકાસ જોઈતો હોય તો મોઁઘવારી સહન કરો…શું વિકાસ માટે મોંઘવારીને આસમાને લઈ જવી યોગ્ય છે…? વાઘાણીજી અમારે વિકાસ નથી જોઈ તો અમારે ફક્તને ફક્ત જૂના દિવસો એટલે કે મોંઘવારી મુક્ત દિવસો જોઈએ છે. પ્રજાને લૂંટીને દેશનો વિકાસ કરવો એ કઈ સરકારનો નિયમ છે? મનમોહનસિંહ સરકારમાં બેરલના ભાવ કરતાં આજની મોદી સરકારમાં બેરલનો ભાવ સરખામણીએ ખૂબ જ ઓછા છે ત્યારે કેન્દ્ર સરકારના રાજમાં કેમ પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે? કોંગ્રેસની સરકારમાં સામાન્ય મોંઘવારીમાં વધારો થતાં ભાજપના તમામ નેતાઓ રસ્તાઓ પર આવીને વિરોધ પ્રદર્શન કરી પ્રજા સમક્ષ સરકારની પોલ ખૂલ્લી પાડતાં હતાં ત્યારે આજે ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓથી માંડીને સ્થાનિક કક્ષાના નેતાઓ મોંઘવારી મુદ્દે ચૂપ છે. મોદીજી આવી બેવડી નીતિ તો ન જ ચાલે. પ્રજા ધારે તો સત્તાની ગાદી અપાવી પણ શકે અને ધારે તો ઘર ભેગા પણ કરી શકે. ચાર વર્ષમાં સમગ્ર દેશવાસીઓએ તમારી સરકારની કરણી અને કથનીમાં ફરક તો જોયો જ છે. હવે સરકારમાં રહેવા માટે એક વર્ષ કરતાં પણ ઓછો સમય બચ્યો છે ત્યારે મોદીજી અચ્છે દિનના જૂઠ્ઠા વાયદા કરવાને બદલે પ્રજાને થોડીક રાહત આપો…………………..(જી.એન.એસ., -ધવલ દરજી)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવ્યાપક પુછાતો પ્રશ્ન શું લાગે છે ! નીતિનભાઈ રહેશે ?
Next articleપાટીદાર મહિલાઓ હવે રીવાબાને પુછશે…તુમ્હારા ખૂન ખૂન ઔર હમારા ખૂન પાની….?