Home ગુજરાત ઉત્તર ગુજરાત છ દિવસમાં કુલ રૃ.૫૯.૧૧ કરોડની કિંમતની ૧.૧૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી...

છ દિવસમાં કુલ રૃ.૫૯.૧૧ કરોડની કિંમતની ૧.૧૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

6
0

(જી.એન.એસ) તા.૧૭

જામ ખંભાળિયા,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ ૧૧મીથી શરૃ થયેલું ઓપરેશન ડિમોલિશન આજરોજ ગુરુવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. છેલ્લા સતત છ દિવસથી જે.સી.બી., હિટાચી મશીનોને ધણધણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને ધમરોળ્યું છે. વહીવટી તંત્ર અને પોલીસ ખાતા દ્વારા આજે રૃ. .૦૭ કરોડની કિંમતની ૧૩,૪૯૦ ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો હટાવાયા હતા. છ દિવસમાં કુલ રૃ.૫૯.૧૧ કરોડની કિંમતની ૧.૧૪ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. પશ્ચિમી વિસ્તારના છેવાડાના એવા બેટ દ્વારકા વિસ્તારમાં વધતા જતા જમીન અતિક્રમણના મુદ્દે દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાની ટીમો દ્વારા સરવે અને નોટિસોની ધોરણસરની કાર્યવાહી બાદ શનિવારથી ઓપરેશન ડિમોલિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ ગુરુવારે છઠ્ઠા દિવસે પણ અવિરત રીતે બેટ દ્વારકામાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. બેટના તુર્કીસાની સામે આવેલા ભીમસાર વિસ્તારમાં આજરોજ ડિમોલિશન કામગીરી જોવા મળી હતી. બપોરથી સાંજ સુધીમાં અહીં રહેલા ૬૨ રહેણાંક અને ૧ અન્ય મળીને કુલ ૬૩ નાનામોટા દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આજની કાર્યવાહીમાં તંત્ર દ્વારા રૃ. .૦૭ કરોડની કિંમતની ૧૩,૪૯૦ ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા છે. આમગત તારીખ ૧૧ થી આજરોજ તારીખ ૧૬ સુધીમાં ૩૭૬ રહેણાંક૧૩ અન્ય તેમજ ૯ કોમશયલ મળીકુલ ૩૯૮ ગેરકાયદેસર બાંધકામને દૂર કરીતંત્ર દ્વારા કુલ ૧,૧૪,૧૩૨ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની કુલ બજાર કિંમત રૃપિયા ૫૯.૧૧ કરોડ ગણવામાં આવી છે. ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ દબાણને દૂર કરવાની કામગીરી એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેજિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયઓખાના ચીફ ઓફિસર શુક્લાડીવાયએસપી ડો. હાદક પ્રજાપતિ અને સાગર રાઠોડ વિગેરેની આગેવાનીમાં શનિવારથી શરૃ થયેલું આ ડિમોલીશન આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. તેમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓપરેશન ડિમોલીશનના પગલે બેટ દ્વારકા વિસ્તારમાં કુલ રૃપિયા ૫૯ કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે અને અહીં તોડફોડ બાદ ઠેર ઠેર કોંક્રિટના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. પશ્ચિમી સરહદી વિસ્તારના દરિયાકાંઠાના બેટ દ્વારકા વિસ્તારનો સંવેદનશીલ ભાગ આંતરરાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોયઅહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હાલની કામગીરી દરમિયાન સુદર્શન સેતુ તેમજ બજારો બંધ રાખવામાં આવી હતી. પરંતુ ગઈકાલથી જ બેટ દ્વારકા મંદિરહનુમાન દાંડી૮૪ ધુણાવિગેરે ધર્મસ્થળો યાત્રિકો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. ત્યારે સુદર્શન સેતુ સાથે બેટ દ્વારકા વિસ્તાર પુનઃ ધમધમતો થયો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે અને પરિસ્થિતિ નિહાળી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field