છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પરપ્રાંતમાંથી અવારનવાર વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. ત્યારે મહિલાઓનો ઉપયોગ કરીને વધુ એક વખત મધ્યપ્રદેશના કઠીવાડાથી ડભોઇના પણસોલી ખાતે લઇ જવાતો હતો. વિદેશી દારૂ સહિત પાંચ મહિલાઓ અને એક પુરુષની છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યા હતા. છોટા ઉદેપુર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલ જિલ્લો છે. અવારનવાર બૂટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે.
વધુ એક વખત મહિલાઓનો ઉપયોગ કરીને વિદેશી દારૂ ઘૂસાડવાનો કીમિયો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના કઠીવાડાના ઠેકા પરથી વિદેશી દારૂ લાવીને ગુજરાતના સરહદી ગામોની પાંચ મહિલાઓ પોતાના પાસે રહેલ પ્લાસ્ટિકની, મીનિયાની તેમજ કાપડની થેલીઓમાં છૂપાવીને 506 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 61 હજારથી વધુ જે એક મહિન્દ્રા મેક્ષ ગાડી નંબર જીજે 02 એસી 3719 માં બેસીને લઈ જતા હતાં.
આ સમયે વસેદી પાસે એલસીબીએ ઈ- વોચ ગોઠવી હતી. ત્યારે વિદેશી દારૂ ભરેલી ઉપરોક્ત ગાડી આવતા તેને રોકી તપાસ કરતા વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો. તેઓની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ કઠીવાડાથી ડભોઇના પણસોલી લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું.
છોટા ઉદેપુર જિલ્લા એલસીબી એ પાંચ મહિલાઓ અને એક પુરુષને વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.