Home ગુજરાત છેલ્લા 6 મહિનામાં લસણના 4 ગણા ભાવ વધ્યા

છેલ્લા 6 મહિનામાં લસણના 4 ગણા ભાવ વધ્યા

26
0

લસણના ભાવમાં આવેલો જબ્બર ઉછાળો, ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાયુ

(જી.એન.એસ),તા.૧૦

રાજકોટ,

રાજ્યમાં લસણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રોજબરોજ રસોઈમાં વપરાતુ લસણ હવે આમ આદમીની પહોંચથી દૂર થઈ રહ્યુ છે તેનુ કારણે છે લસણના ભાવમાં આવેલો જબ્બર ઉછાળો. લસણના ભાવ હાલ 800 રૂપિયાની સપાટી કૂદાવી ગયા છે અને હજુ આ ભાવ વધી જ રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનુ બજેટ પણ ખોરવાયુ છે. આ અગાઉ ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા તે બાદ ડુંગળીએ ઉપાડો લીધો અને હવે લસણના ભાવ તો એટલા વધી ગયા છે ડ્રાયફ્રુટ કરતા મોંઘુ થઈ ગયુ છે. જો કે લસણના ઉંચા ભાવનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. રાજકોટ સહિતની માર્કેટ યાર્ડમાં હાલ એક કિલો લસણના 400થી 500 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. સારી ગુણવત્તાના લસણના ભાવ 500થી પણ ઉંચા છે. ખેડૂતો અને વેપારીઓના મતે લસણનું વાવેતર વધી શકે છે.

લસણના આટલા ભાવ વધવા પાછળના કારણો પર નજર કરીએ તો પહેલા તો લસણનું ઓછુ વાવેતર અને ઓછુ ઉત્પાદન, કમોસમી વરસાદ, નવા લસણની ઓછી આવક, જુના લસણની ડિમાન્ડ અને ઓછા સ્ટોકને કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 6 મહિનામાં લસણના 4 ગણા ભાવ વધ્યા છે. નવા લસણની આવક માર્ચ મહિનામાં થશે અને દિવાળી પહેલા લસણનો ભાવ 250 થી 300 રૂપિયે કિલો હતો. જાન્યુઆરી 24માં આ ભાવ 300 થી 350 સુધી પહોંચ્યો છે. જો આ જ સ્થિતિ રહેશે તો આવતા મહિના સુધીમાં લસણના ભાવ 800 રૂપિયા સુધી પહોંચી શકે છે. લસણના ઉત્પાદનની વાત કરીએ તો લસણના ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં લસણનું 3.5 ટકા જ ઉકત્પાદન થાય છે અને તેમા પણ વિષમ વાતાવરણને કારણે ઉત્પાદન ઘટી જતુ હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં પેસેન્જરોની નજર ચૂકવી ચોરી કરતો આરોપી સકંજામાં આવ્યો
Next articleવડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં કોર્ટે ત્રણ આરોપીની જામીન અરજી ફગાવી