Home દુનિયા - WORLD છેલ્લા મહિનામાં ઘણા મોટા પગલા લેવા છતાં ઈરાનની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર...

છેલ્લા મહિનામાં ઘણા મોટા પગલા લેવા છતાં ઈરાનની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર છે: કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બર

46
0

ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી ગુણવત્તામાં યુરેનિયમને શુદ્ધ કરવાની નજીક

(જી.એન.એસ) તા. 28

તેહરાન,

ઈરાન હમણાં છેલ્લા ઘણા બધા દિવસોથી ચર્ચામાં રહ્યું છે હવે વાત મળી છે કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી ગુણવત્તામાં યુરેનિયમને શુદ્ધ કરવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઈરાને 60 ટકા સુધી યુરેનિયમનું શુદ્ધિકરણ કર્યું છે, જ્યારે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે 90 ટકા શુદ્ધ યુરેનિયમની જરૂર પડે છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઈએઈએ) એ ત્રણ જગ્યાએથી મેળવેલા શુદ્ધ યુરેનિયમના પરીક્ષણ બાદ આ વાત કહી છે. એજન્સીના વડા રાફેલ ગ્રોસીએ આ મહિને ઈરાનની મુલાકાત લીધી હતી અને ત્યાંના અધિકારીઓ સાથે સંકલન કરીને પરમાણુ પ્લાન્ટની નિરીક્ષણ પ્રક્રિયાને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સફળતા ન મળી. જેના કારણે ભવિષ્યને લઈને જોખમો છે.

આ દરમિયાન ઈરાનમાં, કાર્યકારી રાષ્ટ્રપતિ મોહમ્મદ મોખ્બરે સોમવારે તેહરાનમાં દેશની સંસદને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, છેલ્લા મહિનામાં ઘણા મોટા પગલા લેવા છતાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર છે. આ સ્થિતિ આપણા દિવંગત નેતા ઈબ્રાહિમ રાયસીના નિર્ણયોને કારણે છે. પશ્ચિમી દેશોના તમામ પ્રતિબંધો છતાં દેશનું તેલ ઉત્પાદન વધી રહ્યું છે અને તેનાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે. તેથી, ઈરાન રાયસીની નીતિઓને અનુસરવાનું ચાલુ રાખવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી
Next articleઉત્તર કોરિયાના બીજા જાસૂસી ઉપગ્રહ ભ્રમણકક્ષામાં પહોંચે તે પહેલાજ મધ્ય હવામાં વિસ્ફોટ