ધાનજ ગામના વિષ્ણુભાઈ પોપટભાઈ રાવળ કલોલ અનાજ માર્કેટમાંથી મકાઈ ભરડાનો માલ ભરીને છત્રાલ જીઆઇડીસીમાં નવા રબારીવાસમાં રહેતા રબારી શૈલેષભાઈને ત્યાં ભરડો ઉતારીને શૈલેષભાઈએ ૨૬ હજાર ૪૦૦ આપ્યા તે પૈસા લઈને કલોલ ખાતે નીકળી ગયા હતા.
તે વખતે રસ્તામાં નાયરા પેટ્રોલ પંપ પાસે નવ એક વાગ્યાની આસપાસ અજાણ્યા બે માણસો એક કાળા રંગનું એક્ટિવા લઈને આવ્યા હતા અને વિષ્ણુભાઈ રાવળનો છકડો રોક્યો હતો. તેમજ ઊંચા અવાજે તે મારી એક્ટીવાને ટક્કર કેમ મારી?? આનો ખર્ચો આપી દે એમ કહ્યું હતું.
જેથી રાવળ વિષ્ણુભાઈએ મારી રિક્ષાએ તમારા એક્ટીવાને ટક્કર મારી નથી એમ કહેતા બંને ગઠીયાઓએ પૈસા આપી દે ખર્ચના, નહીં તો તને જાનથી મારી નાખીશું એમ કહીને એક જણાએ વિષ્ણુભાઈ રાવળને પકડી રાખ્યો હતો. ઉપરાંત બીજાે માણસ કે જેણે પીળી ટીશર્ટ પહેરી હતી એને વિષ્ણુભાઈ રાવળના ખિસ્સામાંથી રૂ.
૨૬ હજાર ૪૦૦ કાઢી લીધા હતા અને તેમનું એક્ટિવા લઈને ભાગી ગયા હતા. વિષ્ણુભાઈ રાવળે એક્ટિવા પાછળ નંબર પ્લેટ ઉપર જાેયું તો એક્ટિવા ઉપર કોઈ નંબર પ્લેટ જ ન હતી. જેથી કરીને વિષ્ણુભાઈએ તરત જ શેઠ ખમાર કિરીટભાઈને ફોન કરીને સઘળી હકીકત જણાવી દીધી હતી.
જેથી વિષ્ણુભાઈ રાવળે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને ખિસ્સામાંથી પૈસા નીકાળીને ભાગેલા બે અજાણ્યા માણસો વિરૂદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.છત્રાલમાં એક્ટિવા ઉપર આવેલા ગઠીયાએ ધાનજ ગામના વ્યક્તિને રિક્ષામાંથી ઉતારીને ખિસ્સામાં હાથ નાખી રૂ. ૨૬ હજાર ૪૦૦ લૂંટી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.