Home ગુજરાત ચોમાસામાં કપાસના પાકમાં પેરા વિલ્ટ (નવો સૂકારો)નાં નિયંત્રણ માટેનાં જૂનાગઢ જિલ્લા ખેતીવાડી...

ચોમાસામાં કપાસના પાકમાં પેરા વિલ્ટ (નવો સૂકારો)નાં નિયંત્રણ માટેનાં જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા સૂચવાયા પગલાઓ

7
0

(જી.એન.એસ) જૂનાગઢ,તા.૦૧

જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા કપાસ પાકમાં પેરા વિલ્ટ (નવો સૂકારો)નાં લક્ષણો, કારણો અને નિવારણના ઉપાયો જણાવવામાં આવ્યા છે.

પેરા વિલ્ટ લક્ષણો – આ એક જાતની દેહધાર્મિક વિકૃતી છે. વધુ વરસાદ પડવાથી છોડની દેહધાર્મિક ક્રિયામાં ફેરફાર થાય છે. જેથી છોડ ઉપરથી સુકાય છે. પાન શરૂઆતમાં પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની તાણ અનુભવતો હોય તેમ લાગે છે. પાન મુરજાય જાય છે. આમાં મૂળ તંદુરસ્ત હોય છે તથા રસ વાહિનીઓ કે મૂળની છાલ બદામી કે કથ્થાઈ થતી નથી. આ પ્રકારના સુકારામાં છોડ ભાગ્યે જ મરતા હોય છે.

વિકૃતિના કારણો – આ વિકૃતિ કોઈ ફૂગ, જીવાણુ કે વાયરસથી થતી નથી. સામાન્ય પણે પાણીની ખેંચ પછી ભારે વરસાદ થતા અથવા જીંડવા બેસતી વખતે ખાતર અને પાણીની ઉણપને કારણે તેમજ ઉષ્ણતામાન ૩૫-૪૦° સે. કરતા વધુ હોય ત્યારે છોડ સુકાતા હોય છે. હાઇબ્રીડ જાતોના માતૃ છોડ પૈકી કોઈ એક રોગપ્રેરક હોય ત્યારે જીંડવા બેસતી વખતે છોડ સૂકાય છે. હલકી જમીનમાં ઘણી વખત છોડ આ રીતે સૂકાતા જોવા મળે છે. ઘણી વખત છોડમાં ખોરાક પાણી લઈ જતી વાહિનીઓ બંધ થઈજવાથી છોડ સુકાય છે. હલકી ઢાળવાળી જમીનમાં પિયત માટેના લાંબા કયારામાં ઉપરની બાજુએથી પાણી ખાતર ઢાળની દિશામાં વહી જવાથી ઉપરના ભાગમાં પાણી અને ખાતરની ઉણપને કારણે છોડ સુકાતા જોવા મળે છે.

વરસાદ બાદ શરૂઆતમાં જમીનમાં પાણી ભરાઈ રહેવાથી મૂળનો વિકાસ રૂંધાય છે. જેથી છોડની વિકાસ અવસ્થાએ સીમિત મૂળ વિસ્તારને લઈને જમીનમાંથી પોષક તત્વોનો ઓછા પ્રમાણમાં ઉપાડ થવાથી છોડ સૂકાય છે. હલકી જમીનમાં વાવેતર થવાથી ઘણી વખત જમીનમાંથી જરૂરી પોષક તત્વો છોડ ન લઈ શકવાને કારણે સૂકાય છે.

પેરા વિલ્ટ નિવારણના ઉપાયો- પાણી ભરાય તેવી પરિસ્થિતી નિવારવી. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું. પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આપવાથી અથવા પાલર પાણી આપવું જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણાં પાડવા.

અસર પામેલા છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૧% યુરીયાના દ્રાવણ રેડવુ તેમજ ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઇડ ૧૦૦ લીટરમાં ઓગાળી દ્રાવણ બનાવી છંટકાવ કરવો. આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ જન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનુ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. સૂકાતા છોડને શરૂઆતમાં જમીનમાં પાણી પુરતા પ્રમાણમાં આપવું જેથી પાક બચાવી શકાય. હલકી જમીનમાં સારું કોહવાયેલું સેન્દ્રીય ખાતર આપી તેની ભેજસંગ્રહ શકિત વધારી શકાય છે અને પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે. છોડ ઉપર ફુલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯-૧૯-૧૯ (એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઇક્રોમિસ ગ્રેડ-૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગળી પાન ઉપર છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, સંબંધિત તાલુકાના ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તર પ્રદેશના બાગપતમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના પરિવારના સભ્યોના નામે જમીન અસ્તિત્વમાં છે
Next articleઓગસ્ટમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને રુ. 1.75 લાખ કરોડ થયું