Home ગુજરાત ચોટીલા-આણંદપર રોડ પર મહિલા ચાલક કાર પર કાબૂ ગુમાવતાં નાળામાં ખાબકી, ચાલકનો...

ચોટીલા-આણંદપર રોડ પર મહિલા ચાલક કાર પર કાબૂ ગુમાવતાં નાળામાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ

39
0

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે. અકસ્માતોના કારણે અનેક લોકોના જીવો પણ આ અકાળે મોતને ભેંટી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા આણંદપર રોડ ઉપર મહિલા ચાલકે પોતાની કારના સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતાં કાર નાળામાં ખાબકી હતી. જેમાં મહિલા ડ્રાઇવરને ઇજાઓ પહોંચી હતી.

જેથી તેણીનીને તાત્કાલિક અસરે 108 એમ્બ્યુલન્સ દ્વારા તાકીદે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળતાં તાત્કાલિક ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ કારની મહિલા ડ્રાઇવરને હાલમાં ચોટીલા ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણના વિજળકુવા વિસ્તારમાં મકાનના ઉપરના ભાગે આગ લાગતા અફરાતફરી મચી
Next articleવિદેશથી આવતા યાત્રીકો માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી, એરપોર્ટ પર કોવિડ ટેસ્ટ થશે