Home ગુજરાત ચોટીલાના ચામુંડા માતાના ડુંગરે ઉત્તરાયણની સાંજે આતશબાજીથી આકાશ રંગબેરંગી બન્યું

ચોટીલાના ચામુંડા માતાના ડુંગરે ઉત્તરાયણની સાંજે આતશબાજીથી આકાશ રંગબેરંગી બન્યું

38
0

સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ સારી ગતિએ પવન રહેતા લોકોએ મન મુકીને પતંગ ચગાવવાની મોજ માણી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું હતું. ત્યારે જિલ્લાના ઐતિહાસિક ચોટીલાના ચામુંડા માતાના ડુંગરે ઉત્તરાયણની સમી સાંજે આતશબાજીના માહોલથી આકાશ ચમકી ઉઠ્યું હતું. ઉત્તરાયણના દિવસે સવારે લોકોએ પતંગ ઉડાડવાની મોજ માણી, જ્યારે સાંજે આતશબાજીથી ડુંગર રળીયામણો બન્યો હતો. સુરેન્દ્રનગરમાં લોકોએ ધાબા પર પતંગ ઉડાડવાની સાથે કાઈપો છે. ને લપેટના ગગનભેદી નારાઓથી સમગ્ર આકાશ ગુંજી ઉઠ્યું હતું. લોકોએ ધાબા ઉપર જ ઉંધીયુ, પુરી, જલેબી, તલની ચિકી, બોર અને શેરડીની મોજ માણી હતી.

જ્યારે ઉત્તરાયણ નિમિત્તે અનેક જગ્યાએ અબોલ પક્ષીઓ ચાઇનીઝ દોરીથી ઘાયલ બનતા લોહિલુહાણ હાલતમાં ઢળી પડતા જીવદયાપ્રેમીઓ એમની મદદ માટે આગળ આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક ચોટીલાના ચામુંડા માતાના ડુંગરે ઉત્તરાયણની સમી સાંજે આતશબાજીના માહોલથી આકાશ ચમકી ઉઠ્યું હતું. ઉત્તરાયણના દિવસે સવારે લોકોએ પતંગ ઉડાડવાની મોજ માણી, જ્યારે સાંજે આતશબાજીથી ડુંગર વધુ રળીયામણો બન્યો હતો.

મકરસંક્રાંતિ પર્વની ચોટીલામાં ઉજવણી કરવામાં આવી હતી. રંગબેરંગી પતંગોથી આકાશમાં ઊંચે ઊંચે પતંગોથી છવાઈ ગયો હતો. આ વર્ષે પવનની ગતિ પણ માપસર હોવાથી પતંગ રસિયાઓ પણ ખુશ ખુશાલ થઈને પતંગ ચગાવવાની મજા માણી હતી. તેમજ સાંજના સમયે ચોટીલા શહેરમા લોકોએ પોતાના ધાબા ઉપર ફટાકડા ફોડીને પર્વની મજા માણી હોવાથી ચામુંડા માતાજીના ડુંગર પણ છવાઈ ગયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field