શું વાત છે આવું કોઈ દિવસ સંભાળવા મળશે કે કોઈ નવ યુગલ આવું કરી શકે અને આવી રીતે. આવું કોઈ જ વિચારી શકે કે આવી ઘટના સામે આવી શકે. એક મેના અને એક કબૂતર અને બંને યુવાનીમાં પ્રેમમાં પડ્યાં. આ પછી બંને પહોંચ્યા હતા શિવમંદિર અને માળા પહેરી કર્યાં લગ્ન. પછી બંને ખુશી ખુશી સાથે રહેવા લાગ્યા. અને આ પછી મેનાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ કબૂતરે મેનાને બાળક સાથે ઘરની બહાર કાઢી મૂકી અને પછી કબૂતરે હાથ ઊંચા કરીને કહ્યું કે હું તે નથી અને આ બાળક પણ મારું નથી. તમને વાંચીને થશે કે આ તો કાલ્પનિક અને બનાવેલી વાર્તા છે. તો આપને જણાવી દઇએ કે આ વાર્તા કોઇની અસલ જીંદગીમાં હકીકત બની ગઇ છે. ઘટના મહારાષ્ટ્રના અમરાવતીની છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમરાવતીના ગાડગેનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી આરોપી શ્રેયસ ધંદરને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને કોઈને જાણ કર્યા વગર ગુપ્ત રીતે શિવ મંદિર પહોંચ્યા અને એકબીજાને હાર પહેરાવી લગ્ન કરી લીધા. બંને લગ્ન કરીને સાર્સી ગામમાં રહેવા લાગ્યા. ક્યારેક ખુશી તો ક્યારેક જબરદસ્તી પણ થતી હતી. શિવ મંદિરમાં માલાવાળા લગ્નના એક મહિના બાદ આરોપીએ યુવતીને ગર્ભવતી બનાવી અને તેના પિતાના ઘરે છોડીને કોઈ બહાનું કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાના જણાવ્યા પ્રમાણે મંદિરમાં મેરેજ કર્યા બાદ શ્રેયસ કાયદાકીય લગ્ન બાદ તેને લઇને ફરતો રહ્યો હતો. તે તેને ગુજરાતના બરોડા પણ લઈ ગયો હતો. આ દરમિયાન તે પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી. જુલાઈ 2022માં આ યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો. પત્ની બાળકને લઈને શ્રેયસના ઘરે પહોંચી, ત્યારે શ્રેયસે હાથ ઊંચો કરી દીધો હતો. શ્રેયસના પરિવારે યુવતીને ધમકી આપી હતી અને ગામના ઉપસરપંચે પણ યુવતીને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. હવે આ સમગ્ર મામલે અમરાવતી પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપી શ્રેયસ ધાંદર, તેના પિતા દાદારાવ ધાંદર સહિત અન્ય ત્રણ મહિલાઓ સામે સાર્સી ગામના ઉપસરપંચ રોશન બહીમકર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.