(જી.એન.એસ) તા. 8
દુબઈ,
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાની ઈનામની રકમની વાત કરીએ તો ટાઈટલ જીતનારી ટીમને 19.48 કરોડ રૂપિયાની મોટી રકમ આપવામાં આવશે. જે ટીમ ફાઇનલમાં હારશે એટલે કે ઉપવિજેતા, તેને 9.74 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં હારેલી ટીમોને લગભગ 4.87 કરોડ રૂપિયા જેટલી જ રકમ આપવામાં આવી છે. એટલે કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમ પણ માલામાલ થઈ છે. ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમોને ઈનામી રકમ પણ મળી છે. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેલી ટીમો (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ)ને સમાન અંદાજે રૂ. 3.04 કરોડ મળ્યા છે. જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમો (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ)ને અંદાજે રૂ. 1.22 કરોડ મળ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં દરેક મેચ મહત્ત્વપૂર્ણ છે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા બદલ ટીમને લગભગ 29.61 લાખ રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત તમામ 8 ટીમોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અંદાજે રૂ.1.08 કરોડની ગેરંટી મની આપવામાં આવી છે. ICC આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ લગભગ 60 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરી રહી છે. જે 2017 કરતા 53% વધુ છે.
વિજેતા ટીમઃ- રૂ. 19.48 કરોડ
રનર અપ:- રૂ. 9.74 કરોડ
સેમિફાઇનલ (ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા):- રૂ. 4.87 કરોડ
પાંચમી-છઠ્ઠી ટીમ (અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ):- રૂ. 3.04 કરોડ
સાતમી-આઠમી ટીમ (પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ):- રૂ. 1.22 કરોડ
ગ્રુપ સ્ટેજ જીત:- રૂ. 29.61 લાખ
ગેરંટી મની:- રૂ. 1.08 કરોડ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.