(જી.એન.એસ),તા.૧૮
ચેન્નાઈ,
આઈપીએલની અડધી સીઝન પુરી થઈ ચુકી છે. ટીમ એક બીજાથી આગળ નીકળવા માટે પોતાની તાકાત દેખાડી રહી છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. કેટલીક ટીમનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જ્યારે કેટલીક ટીમ હજુ પણ જીતની શોધમાં છે. આ વચ્ચે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ વાળી ચેન્નાઈ સુપરકિંગ્સને ઝટકો લાગ્યો છે. ડેવોન કોનવે સમગ્ર આઈપીએલ સીઝનમાંથી બહાર થયો છે.તેના સ્થાને ટીમે રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનને ટીમમાં સામેલ કર્યો છે. ડેવોન કોનવે ઈજાગ્રસ્ત થયો હતો. સીએસ કે માટે છેલ્લી 2 સીઝનથી રમી રહેલો ડેવોન કોનવેને લઈ પહેલા એવા સમાચાર હતા કે, તે અડધી સીઝન રમશે નહિ અને અધવચ્ચે ટીમમાં જોડાઈ જશે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, તે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
વર્ષ 2023ના આઈપીએલમાં ડેવોન કોનવે પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ડેવોન કોનવેની ગેરહાજરીમાં સીએસકે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રિચર્ડ ગ્લીસનને ટીમમાં લેવામાં આવ્યો છે. તે ફાસ્ટ બોલિંગ કરે છે અને ઈંગ્લેન્ડ માટે ટી20 ઈન્ટરનેશનલમાં 6 મેચ રમી 9 વિકેટ લેવાનું કામ કરી ચૂક્યો છે. આ વચ્ચે કોન્વે ન હોવાથી ન્યુઝીલેન્ડનો રચિન રવિન્દ્ર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે ઈનિગ્સની શરુઆત કરી રહ્યો છે. પહેલી વખત આઈપીએલમાં સીએસકેની કમાન ઋતુરાજ ગાયકવાડ સંભાળી રહ્યો છે. તેની કેપ્ટનશીપમાં ટીમ અત્યારસુધી 6 મેચ રમી ચુકી છે જેમાંથી 4 જીત મળી છે. 2 મેચમાં ટીમ હારી છે. ટીમ પાસે 8 અંક છે અને પોઈન્ટ ટેબલમાં ટીમ ત્રીજા સ્થાને છે. અત્યારસુધી કરેલા પ્રદર્શન પર આધાર પર આશા કરવામાં આવી રહી છે કે, ટીમ પ્લેોફમાં પહોંચી જશે. જોવાનું રહેશે ટીમ બાકી રહેલી મેચમાં કેવું પ્રદર્શન કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.