Home ગુજરાત ચેક રીટર્નમાં વેપારીને 7.58 લાખ વ્યાજ સાથે ભરવા હુકમ

ચેક રીટર્નમાં વેપારીને 7.58 લાખ વ્યાજ સાથે ભરવા હુકમ

51
0

તાજેતરમાં વલસાડ જિલ્લાની અગ્રગણીય સરદાર ભીલાડવાળા બેંકની તરફેણમાં નેગોસીયેબલ એક્ટ,કલમ 138માં કોર્ટનો ચુકાદો આવ્યો છે.જેમાં વાપીના એક મોટા વેપારીને કોર્ટે 7.58 લાખ 8 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં ચુકવવાનો આદેશ કર્યો છે. એસબીબીપી બેંકની વાપી શાખાના લોન ડી ફોલ્ડર એવા વાપીના શૌલેશ ઔધેશ સીંહ ઠાકુર દ્વારા ધિરાણ મેળવેલ હતું.આ વ્યક્તિએ સમય મર્યાદામાં રૂપિયા જમા ન કરતા ખાતુ એનપીએ થયું હતું.

આરોપી શૌલેષ ઠાકુર દ્વારા ચેક આપી રૂપિયા જમા થઇ જશે એવો વિશ્વાસ આપ્યો હતો. જોકે તમ છતાં ચેક બાઉન્સ થતા આ મામલે વાપીના પ્રિન્સીપલ સીની. સીવીલ જજ એન્ડ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પહોચ્યો હતો.જે અંગે કોર્ટે શૌલેષ ઠાકુરને કસુરવાર ઠેરવી 7.58371 ફરિયાદ દાખલ થયાના તારીખથી 8 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં બેકને ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

આમ એસબીપીપી બેંકે લોન ડિફોલ્ડરો સામે કડક કાર્યવાહી શરૂ કરતા ડિફોલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.આમ સરદાર ભીલાડવાળા બેંક દ્વારા છેલ્લા બે વર્ષથી એનપીએનો રેસીયો ઘટાડવા કડક પગલા લીધા છે.

બેંકના ચેરમેન જીતેન્દ્ર દેસાઇ અને તમામ ડિરેકટરો દ્વારા બેંકને પ્રગતિશીલ રાખવા તમામ પ્રયાસો કર્યો હતો જેના ફળ સ્વરૂપ સ્કોબા પ્રાઇડ 2022 એવોર્ડથી નવાજવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field