Home ગુજરાત ઉત્તર ગુજરાત ચેક બાઉન્સનો કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો

ચેક બાઉન્સનો કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો

5
0

(જી.એન.એન) તા.૧૨

ગીર સોમનાથ,

ચેક બાઉન્સના ગુનામાં કેસ પરત ખેંચવા અને ચાર્જશીટ ઝડપથી કરવા માટે 20 હજાર રૂપિયાની લાંચ માંગી વેરાવળમાં ચેક બાઉન્સના ગુનામાં કેસ પરત ખેંચવા અને ચાર્જશીટ ઝડપથી કરવા માટે 20 હજાર રૂપિયાની લાંચ લેતા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈની એસીબીએ અટક કરી છે.આ કેસની વિગત મુજબ ફરીયાદીએ માસીક ૧૨% લેખે માસીક વ્યાજે રૂ.૮૭૦૦૦/- ઉછીના લીધેલા, તેની સીક્યુરીટી પેટે માંગરોળ SBI બેંકના બે કોરા ચેક મારી પાસેથી લઇને આપેલ હતા, જે નાણાં વ્યાજ સહિત ફરીયાદીએ ચુકવી દીધેલ તેમ છતાં ફરીયાદીએ આપેલા ચેક પરત આપેલ નહી અને વ્યાજે આપનાર વ્યક્તિએ બે ચેક કરી ભરી બેંકમાં નાખેલા પરંતુ ફરીયાદીના ખાતામાં બેલેન્સ ન હોવાથી બંને ચેક બાઉન્સ થતાં ફરીયાદી વિરૂદ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની ૧૩૮ મુજબ સીવીલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.જેથી ફરીયાદીએ સામાવાળા વિરૂધ્ધ વેરાવળ પો.સ્ટે.અરજી આપેલ અને વેરાવળ પો.સ્ટે.માં સામાવાળા વિરૂધ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. જે ગુના તથા અરજી તપાસના કામે ફરીયાદી વિરૂધ્ધની નેગોશીએબલ કેસ પાછો ખેચી આપવા તથા ઝડપથી ચાર્જશીટ કરી તને ધક્કા નહી ખવડાવવાના અવજ પેટે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના આસિસ્ટંટ સબ ઈન્સ્પેક્ટર ભરત ટી.મકવાણાએ રૂ.૨૦,૦૦૦ લઇ આવવા જણાવ્યું હતું. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ જુનાગઢ એ.સી.બી.પો.સ્ટે.ને ફરીયાદ કરતા એસીબીએ વેરાવળમાં શક્તિ ડિપાર્ટમેન્ટ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આરોપી ભરત મકવાણા લાંચ લેતા ઝડપાઈ ગયો હતો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field