(જી.એન.એસ) તા. 31
અમદાવાદ,
અમદાવાદની ઘાટલોડિયા પોલીસે ચેઇન સ્નેચિંગનાં ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી, આરોપી પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા પોલીસ દ્વારા ચેઇન સ્નેચિંગનાં ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનું નામ પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવત છે અને તે મધ્યપ્રદેશનાં પૂર્વ ધારાસભ્યનો દીકરો છે. પ્રદ્યુમનસિંહનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. પોતે ઘરથી કંટાળીને અમદાવાદ આવ્યો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરીને થલતેજમાં ભાડાનાં મકાનમાં રહે છે. આરોપીએ ગુરુકુળ વિસ્તારમાંથી ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
–Article/લેખ–
નિફટી ફ્યુચર તેજી સંદર્ભે ૨૩૩૦૩ પોઈન્ટ અતિ મહત્ત્વની સપાટી..!!
(નિખિલ ભટ્ટ)
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૭૫૯ સામે ૭૬૮૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૮૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૫૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૧૮ સામે ૨૩૪૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૪૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૬૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં અમેરિકી બજારોમાં નરમાઈ સામે યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડા કરતા યુરોપના બજારોમાં મજબૂતી સાથે સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેતા સપ્તાહના પાંચમાં દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આવતીકાલે રજૂ થનારા બજેટ પૂર્વે આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં સકારાત્મક ગ્રોથ અંદાજ અને રોજગારી અને મધ્યમવર્ગ પર ફોકસ થવાની અપેક્ષા સાથે દેશના ગ્રોથલક્ષી નિર્ણયો લેવાની શક્યતાઓએ આજે ભારતીય શેરબજારમાં સળંગ ચોથા દિવસે સુધારો આગળ વધ્યો હતો.
શેરબજારને સીધી અસર કરતી કેટલીક જોગવાઈઓ પૈકી કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારો થવાની અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષમાં ફેરફા સંબંધિત કેટલીક જોગવાઈ આવી શકે એવી ચર્ચાઓ છતાં આજે ફંડો, ઈન્વેસ્ટરો દ્વારા નીચા મથાળે નવી લેવાલી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું, જો કે બજેટ રજૂ થતાં પૂર્વે ફરી શેરોમાં વોલેટીલિટી વધી હતી. રજૂ થનારા બજેટમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ફાળવણી તેમજ જીડીપી ગ્રોથ કેન્દ્રીત સુધારાઓ અમલમાં મૂકે તેવી શક્યતાઓ સાથે પાવર, રિયાલ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ ૨%થી વધુ ઉછળ્યા હતા.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં ઘટાડો તથા અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડાને બ્રેક લાગ્યાના નિર્દેશો વચ્ચે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો. જયારે અમેરિકામાં ક્રૂડઓઈલનો સ્ટોક વધતા ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગૂડ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયલ્ટી, યુટીલીટી, એનર્જી, એફએમસીજી, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી અને સર્વિસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૦૩ અને વધનારની સંખ્યા ૨૭૧૯ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન એન્ડ ટુબ્રો ૪.૩૧%, નેસ્લે ઇન્ડિયા ૪.૨૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૩.૬૬%, ટાટા મોટર્સ ૨.૭૩%, આઈટીસી લિ. ૨.૫૧%, અદાણી પોર્ટસ ૨.૧૨%, સ્ટેટ બેન્ક ૧.૪૩%, ઈન્ફોસીસ લિ. ૧.૦૯%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૦%, ટેક મહિન્દ્રા ૦.૮૧% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૨% વધ્યા હતા, જયારે આઈટીસી હોટેલ્સ ૨.૯૮%, ભારતી એરટેલ ૦.૭૬%, બજાજ ફિનસર્વ ૦.૪૩%, બજાજ ફાઈનાન્સ ૦.૧૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૪% અને સન ફાર્મા ૦.૧૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જ્યાં સુધી વર્તમાન સ્થિતિને સંબંધ છે, ત્યાં સુધી એવું જણાય રહ્યું છે કે આર્થિક વિકાસ દર ઘટી રહ્યો છે, કારણકે વિકાસનાં મુખ્ય પરિબળો – જેમકે ઉપભોગ, પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ તથા પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ઘટી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર ૬ થી ૭%ના વિકાસદર વચ્ચે રહ્યું, તેમ છતાં વિશ્વમાં ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ સત્ય છે, કારણકે અન્ય મોટા અર્થતંત્રો ધીમા દરે વિકસી રહ્યા છે. અમેરિકા ૨.૭૦%ના દરે, જ્યારે ચીન ૪.૯૦%ના દરે વિકસી રહ્યું છે. જોકે આપણે તે ભૂલી જઈએ છીએ કે ૨૦૨૪માં અમેરિકાએ તેના જીડીપીમાં ૭૮૭ અબજ ડોલર અને ચીને ૮૯૫ અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો. જ્યારે ભારતે તેના જીડીપીમાં ૨૫૬ અબજ ડોલરનો ઉમેરો કર્યો છે.
ભારત તથા ચીન વચ્ચેનું અંતર વધી ગયું છે. આમ ભારતે જો ચીન તથા અમેરિકાની બરોબરી કરવી હશે તો તેને ઝડપથી વિકસવું પડશે. ઉપભોગ મંદ રહેવા પાછળનાં કારણોમાં જોઈએ તો ઊંચો ફુગાવો ખાસ કરીને ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ તેમજ નીચા અને લગભગ સ્થિર વેતનસ્તર જવાબદાર છે. ફુગાવો ટોચે છે. ખાદ્ય પદાર્થનો ફુગાવો ૨૦૧૨ થી ૨૦૨૪ દરમિયાન સરેરાશ ૬.૧૮% રહ્યો છે. ઉપરાંત, હાલની સ્થિતિનું બીજું નબળું પાસું જટીલ વેરા માળખું છે. ખાસ કરીને જીએસટી માળખું જે ગરીબો સહિત દરેક લોકોને અસર કરે છે, ત્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું કેન્દ્રીય બજેટ હાલના પડકારોને પૂરતા પ્રતિસાદ આપનારું બની રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.