Home દેશ ચૂંટણી પહેલા મોદી-ભાજપના હિન્દુ-રાષ્ટ્રવાદના કારણે સાંપ્રદાયિક હિંસા ભડકવાની શક્યતાઃ US

ચૂંટણી પહેલા મોદી-ભાજપના હિન્દુ-રાષ્ટ્રવાદના કારણે સાંપ્રદાયિક હિંસા ભડકવાની શક્યતાઃ US

593
0

અમેરિકન સંસદમાં ઇન્ટેલિજન્સ પ્રુમખે કહ્યું ભારતમાં ઈસ્લામિક આતંકી સમૂહોને પોતાના મૂળીયા મજબૂત કરવાની તક મળી શકે અને ભારત-પાકિસ્તાન વચ્ચે વ હજુ વધી શકે છે

(જી.એન.એસ.) વોશિંગ્ટન, તા.30
અમેરિકન ઇન્ટેલિજન્સના પ્રમુખનું કહેવું છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. તેઓએ અમેરિકન સંસદમાં પોતાના એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં આ કહેવામાં આવ્યું છે.
અમેરિકન ઇન્ટેલિજન્સ પ્રુમખ ડાન કોટ્સે અમેરિકન સંસદમાં કહ્યું કે, ભારતમાં સંસદીય ચૂંટણી પહેલા જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપ હિન્દુ-રાષ્ટ્રવાદ પર વધુ ભાર મૂકશે તો ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકવાની મજબૂત શક્યતા છે.
કોટ્સે અમેરિકન સેનેટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સમાં વૈશ્વિક ખતરાઓ પર આંકલન રજૂ કર્યું. તેઓએ કહ્યું કે, મોદીના કાર્યકાળમાં ભાજપની નીતિઓના કારણે અનેક ભાજપ શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક તણાવ ઊભો થઈ શકે છે. રાજ્યોના નેતા પાર્ટીના હિન્દુ રાષ્ટ્રવાદી અભિયાનને નાની-મોટી હિંસા ભડકાવવાના સિગ્નલ તરીકે જોઈ શકે છે જેથી તેનાથી સમર્થન મળી શકે.
કોટ્સે આગળ કહ્યું કે, વધતી સાંપ્રદાયિક હુમલાઓને કારણે ભારતીય મુસ્લિમ પોતાને એકલો-અટૂલો અનુભવી કરી રહ્યો છે અને તેનાથી ભારતમાં ઈસ્લામિક આતંકી સમૂહોને પોતાના મૂળીયા મજબૂત કરવાની તક મળી શકે છે.
મોદી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. કોટ્સે પોતાના સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું કે મે સુધી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ હજુ વધી શકે છે.
નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર ડાન કોટ્સે ઇન્ટેલિજન્સ મામલાની સેનેટ સિલેક્ટ કમિટીને મંગળવારે કહ્યું કે ઇન્ટેલિજન્સ સમુદાય માટે ચૂંટણી સુરક્ષા હંમેશા મહત્વપૂર્ણ રહી છે અને આગળ પણ બની રહેશે.
કોટ્સે કહ્યું કે, અમારું આકલન છે કે વિદેશી તાકાતો અમેરિકામાં 2020માં યોજાનારી ચૂંટણીઓને પોતાના હિતોને આગળ વધારવાના અવસર તરીકે જોશે. અમારું માનવું છે કે તેઓ પોતાની ક્ષમતાઓને વધુ નિખારશે અને તેમાં નવા દાવપેચ જોડશે કારણ કે તેઓ અગાઉની ચૂંટણીમાં એક-બીજાના અનુભવો અને પ્રયાસોથી શીખે છે.

Previous articleદુષ્કર્મી આસારામ પ્રત્યે શિક્ષણમંત્રીને હજુ પણ પ્રેમ અને આદર સત્કાર કેમ….?
Next articleહાશ.. શંકરસિંહ બાપુને હવે નેતાઓ સાથે બેસવા NCP ની ખુરશી મળી