Home દુનિયા - WORLD ચીન અને અમેરિકા કૂટનીતિમાં નબળા જયારે ભારત અને તુર્કી આગળ

ચીન અને અમેરિકા કૂટનીતિમાં નબળા જયારે ભારત અને તુર્કી આગળ

42
0

(જી.એન.એસ),તા.૨૮

વોશિંગ્ટન,

ભારત વિશ્વના દરેક ક્ષેત્રમાં ઝડપથી એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. ભારત કૂટનીતિમાં પણ વેગ પકડી રહ્યું છે. લોવી ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ ડિપ્લોમસી ઇન્ડેક્સ અનુસાર, ભારત વિશ્વનો એવો દેશ બની ગયો છે જે તેના રાજદ્વારી નેટવર્કને સૌથી ઝડપથી વિસ્તરી રહ્યો છે. આંકડા અનુસાર, ભારતે 2021 પછી 11 ડિપ્લોમસી મિશન ઉમેર્યા છે. નવા ભારતીય રાજદ્વારી મિશનના લગભગ ત્રણ ચતુર્થાંશ (8) આફ્રિકામાં છે, આ આંકડો આફ્રિકન દેશો સાથે ભારતના વધતા આર્થિક સંબંધો અને ગ્લોબલ સાઉથના નેતા તરીકે પોતાને સ્થાપિત કરવાની ભારતની મહત્વાકાંક્ષાને દર્શાવે છે.

ભારતના રાજદ્વારી મિશન આફ્રિકા, એશિયા અને યુરોપમાં સૌથી વધુ ફેલાયેલા છે અને હાલમાં એશિયા, પૂર્વ આફ્રિકા અને હિંદ મહાસાગર ક્ષેત્રના દરેક દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ છે. ભારતે તેના વૈશ્વિક પ્રભાવને મજબૂત કરવા તાજેતરના વર્ષોમાં ઘણા મોટા પગલા લીધા છે. પરંતુ ભારતની રાજદ્વારી નીતિઓનું વિશેષ ધ્યાન ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’, ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને સાગર છે. આ નીતિનો ઉદ્દેશ્ય દરેક ક્ષેત્રમાં ભૌતિક, ડિજિટલ અને કનેક્ટિવિટી વધારવાનો તેમજ આપણા પાડોશી દેશો સાથે વેપાર વધારવાનો છે. આ યાદીમાં ભારતને 194 મિશન સાથે 11મું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટોચના 3માં અનુક્રમે ચીન, અમેરિકા અને તુર્કી છે.

ચીને 2019ની સરખામણીમાં રાજદ્વારી મિશનમાં બે મિશન બંધ કર્યા છે, તો અમેરિકા પણ નીચે સરકી ગયું છે. આ સિવાય ગ્લોબલ ડિપ્લોમસી ઈન્ડેક્સમાં તુર્કીએ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. લોવી ઇન્સ્ટિટ્યૂટના 2024 ગ્લોબલ ડિપ્લોમસી ઇન્ડેક્સ અનુસાર, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં તુર્કીની વિદેશી પહેલોએ વળતર આપ્યું છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં તેની ભૂમિકાને કારણે તુર્કીની રાજદ્વારી શક્તિ વૈશ્વિક સ્તરે જાણીતી બની છે. તુર્કી હવે વિશ્વના બે મોટા જાયન્ટ્સ ચીન અને અમેરિકાથી એક ડગલું પાછળ છે. સંસ્થાએ પોતાના રિપોર્ટમાં એમ પણ કહ્યું કે તુર્કીએ મધ્ય પૂર્વના દેશોમાં રાજદ્વારી રીતે પોતાની જાતને ઝડપથી મજબૂત કરી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તુર્કી પાસે વિશ્વભરમાં ફેલાયેલા 252 રાજદ્વારી મિશન છે, જે ચીન (274) અને અમેરિકા (271) કરતા થોડા ઓછા છે.

ગ્લોબલ ડિપ્લોમસી ઇન્ડેક્સ શું છે તે વિષે જણાવીએ, ગ્લોબલ ડિપ્લોમસી ઇન્ડેક્સ એ એક ઇન્ટરેક્ટિવ ટૂલ છે જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી નેટવર્ક્સને મેપ કરે છે. જેમાં એશિયાના 66 દેશો, G20 અને ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) સામેલ છે. આ ઇન્ડેક્સનો રેન્ક કોઈપણ દેશની વિદેશ નીતિ અને અન્ય દેશો સાથેના તેના સંબંધો વિશે જણાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleED કોઈને પણ સમન્સ જારી કરી શકે છે, બોલાવાશે તો હાજર થવું પડશે : સુપ્રીમ કોર્ટ
Next articleUAEના ત્રણ એન્જિનિયરોએ ખજૂરમાંથી વીજળી બનાવી