(જી.એન.એસ) તા. 22
વોશિંગ્ટન,
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો ફાયદો ભારતની કંપનીઓ ને મળી શકે કે છે સિડહોજ ફાયદો, ચીને બોઇંગ કંપનીના વિમાનની ખરીદી નકારી કાઢવામાં આવી છે. હવે ભારત તેને ખરીદવામાં રસ દાખવી શકે છે. એક અહેવાલ મુજબ, એર ઇન્ડિયા લિમિટેડ બોઇંગ કંપની પાસેથી વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે.
જો મીડિયા સૂત્રો દ્વારા આપવામાં આવેલ અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, એર ઇન્ડિયા 30 થી 40 વાઈડ બોડી એરક્રાફ્ટ ખરીદી શકે છે. આ બાબતે તે બોઇંગ અને એરબસ સાથે વાતચીત કરી રહી છે. આમાં એરબસ A350 અને બોઇંગ 777X મોડેલનો સમાવેશ થાય છે. જૂનમાં પેરિસ એર શો દ્વારા અંતિમ માળખું જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રો થકી મળતી માહિત અનુસાર, બોઇંગ કંપનીના વિમાનોની કિંમતો વિશે વાત કરીએ, તો તે તેના કદ અને સુવિધાઓ પર આધાર રાખે છે. સામાન્ય રીતે એક બોઇંગ વિમાનની કિંમત 4000 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. જોકે, શરૂઆતની કિંમતના વિમાન આના કરતા સસ્તા હશે. સ્ટેટિસ્ટાની વેબસાઇટ અનુસાર, બોઇંગ 737 મેક્સની કિંમત 900 થી 1100 કરોડ રૂપિયા સુધીની છે. આ એક પેસેન્જર વિમાન છે, જેનો ઉપયોગ ટૂંકા અંતરની ફ્લાઇટ્સ માટે થઈ શકે છે. બોઇંગ 777 ની કિંમત 2500 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. આ એક મોટા કદનું વિમાન છે. તેમાં 300 થી 400 મુસાફરો બેસી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.