ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ SCO સમિટથી પરત બાદ પહેલીવાર સાર્વજનિક રીતે જોવા મળ્યા છે. ચીનના સરકારી ટેલિવિઝનના અનુસાર સપ્ટેમ્બરના મધ્યમાં ઉજ્બેજિસ્તાનથી પરત ફરેલા શી જિનપિંગ પહેલીવાર જોવા મળ્યા છે. આગામી મહિને કોમ્યુનિસ્ટ પાર્ટીની મિટીંગ થવાની છે. જેમાં શી જિનપિંગને સતત ત્રીજીવાર રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવશે. આ ઉપરાંત તે પીએલએના અધ્યક્ષ પણ બન્યા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે શી જિનપિંગને માઓત્સે તુંગ બાદ સૌથી મહાન નેતાનો દરજ્જો આપવામાં આવશે.
તેનાથી સ્પષ્ટ થાય છે કે શી જિનપિંગ ચીન એકદમ કદાવર નેતા બની ગયા છે અને લાંબા સમય સુધી તેમનું શાસન બની રહી શકે છે. તમને જણાવી દઇએ કે શી જિનપિંગના ઉજ્બેકિસ્તાનથી પરત ફર્યા બાદ એવી અફવાઓ ફેલાઇ ગઇ હતી કે તેમને પીપલ્સ લિબરેશન આર્મીએ નજરબંધ કરી લીધા છે. આ અફવાઓ ખૂબ જ ઝડપથી ફેલાઇ હતી, પરંતુ પછી ખબર પડી કે વિદેશ પ્રવાસથી આવ્યા બાદ તે હોમ કોરોન્ટાઇન થઇ ગયા હતા.
કેટલાક ટ્વીટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે બીજિંગ અને આસપાસના શહેરોમાં ઉડાનો ઓછી થઇ ગઇ છે. એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં પીએમની ગાડીઓ પસાર થતી દેખાતી હતી. તે વીડિયોને લઇને કહેવામાં આવ્યું હતું કે ચીનની સેના બીજિંગ તરફ આગળ વધી રહી છે. જોકે એવા તમામ દાવા ખોટા જ સાબિત થયા છે. તમને જણાવી દઇએ કે શી જિનપિંગે ઉજ્બેકિસ્તાનમાં આયોજિત એસસીઓની મીટિંગમાં ભાગ લીધો હતો.
તેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા રાષ્ટ્રાધ્યક્ષ હાજર હતા. પરંતુ એવી ચર્ચાઓ શરો થઇ ગઇ હતી કે તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. તેનું કારણ એ પણ હતું કે વાપસી પછી તે જોવા મળ્યા ન હતા. પછી ખબર પડી કે તે કોરોનાનો સામનો કરવા માટે ઝીરો કોવિડ પોલિસી અંતગર્ત કોરેન્ટાઇન થઇ ગયા હતા. હવે કદાચ તે પીરિયડ પુરો થઇ ગયો છે, એટલા માટે બહાર નિકળ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.