(GNS),16
ભારતીય બજારમાં ચીની ટામેટાએ પગ પેસારો કર્યો છે. દેશમાં ટામેટા મોંઘા થયા છે, મોંઘવારીના મારને પગલે મોંઘા થયેલા ટામેટા ખાવા સામાન્ય વ્યક્તિના હાથની વાત નથી રહી. ત્યારે ઈન્ડો-નેપાળ બોર્ડર પર તસ્કરીનો ખેલ શરૂ થયો છે. ભારતીય બજારમાં પોતાના ટામેટા ઘુસાડવા ચીની ચાલાકી શરૂ થઈ છે. ચીન વાયા નેપાળ ભારતીય બજારમાં ટામેટા ઘુસાડી રહ્યું છે. હાલના સંજોગોમાં નેપાળના સરહદી વિસ્તારોમાં ચીનના ટામેટાની બોલબાલા વધી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે જે કિલો ટામેટા ભારતમાં 150 રૂપિયે કીલોના ભાવે મળી રહ્યા છે, તેની સામે ચીની ટામેટા 100 રૂપિયામાં 5 કિલો મળી રહ્યા છે. કહેવાય છે કે સસ્તુ એટલું સોનુ નહી, પરંતુ ટામેટાની બાબતમાં આ કહેવાત ખોટી સાબિત થઇ રહી છે અને સસ્તુ ટામેટું સોના બરાબર સાબિત થઇ રહ્યું છે. એક અંદાજ મુજબ નેપાળથી ગોરખપુરના બજારોમાં રોજના 15થી 20 ટન ટામેટાનો જથ્થો ઠલવાય છે. એટલે કે નેપાળ બોર્ડર પરથી ભારતમાં ટામેટાની તસ્કરી ચાલી રહી છે. ચીનના ટામેટા નેપાળમાં 40થી 50ના કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. સસ્તા હોવાથી નેપાળી ટામેટાની ભારતીય બજારમાં માગ વધી છે. બેંગાલુરૂ અને નાસિકની સરખામણીએ નેપાળી ટામેટા સસ્તા, હોવાથી ભારતીય બજારમાં નેપાળી ટામેટા ખરીદાઇ અને ખવાઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.