Home દુનિયા ચીનમાં લગ્નના દિવસે જ વરરાજાએ મંડપમાં દુલ્હનનો વિડીયો બતાવતા લોકો ચોક્યાં

ચીનમાં લગ્નના દિવસે જ વરરાજાએ મંડપમાં દુલ્હનનો વિડીયો બતાવતા લોકો ચોક્યાં

34
0

(જી.એન.એસ),તા.૧૦
ચીન
લગ્ન સમારોહમાં કઈક એવું બન્યું કે આવનારા મહેમાનો એકદમ ચોંકી ગયા. દુલ્હેરાજાએ બધાની સામે જ દુલ્હનની પોલ ખોલી નાખતા કફોડી હાલત થઈ ગઈ. વાત જાણે એમ છે કે વરરાજાએ લગ્નના મંડપમાં સ્ટેજની ઉપરની બાજુ જે સ્ક્રીન હતી તેના પર એક આપત્તિજનક વીડિયો રન કરાવી દીધો. જેમાં જે યુવતી સાથે તેના લગ્ન થવાના હતા એટલે કે દુલ્હન અન્ય કોઈ વ્યક્તિ સાથે રોમાન્સ કરતી જાેવા મળે છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશયિલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. જેના કારણે હડકંપ મચી ગયો. આ ઘટના ચીનની છે. જ્યાં નવપરણિત કપલના રિસેપ્શનમાં દુલ્હનનો એડલ્ટ વીડિયો જાેઈને મહેમાનો સ્તબ્ધ થઈ ગયા. દુલ્હન જે વ્યક્તિ સાથે કથિત રીતે આપત્તિજનક સ્થિતિમાં હતી તે બીજુ કોઈ નહીં પરંતુ તેનો જીજાજી હતો. એટલે કે બહેનનો પતિ હતો. વીડિયો જાેતા જ દુલ્હન ગુસ્સે ભરાઈ. તેણે તેના હાથમાં જે બુકે હતો તે પતિ પર ફેંક્યો અને બૂમો પાડતા કહ્યું કે શું તને લાગે છે કે આના વિશે મને ખબર નહતી? હકીકતમાં આ વીડિયો વર્ષ ૨૦૧૯નો છે જે તે સમયે ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો ટિકટોક પર ફરીથી શેર કરવામાં આવ્યો અને અત્યારે પણ તે ખુબ વાયરલ થઈ રહ્યો છે. હાલ ૬૦ લાખથી વધુ લોકોએ આ વીડિયો જાેયો છે. વીડિયો પર હજારો લોકોએ કમેન્ટ પણ કરી છે. પોસ્ટ પર આવેલી કમેન્ટમાં મોટાભાગના લોકો વરરાજાને સાથ આપતા જાેવા મળ્યા. જાે કે લોકોને એ વાત સમજમાં ન આવી કે આટલું થવા છતાં આ વ્યક્તિએ લગ્ન કેમ કર્યા? સંસ્થાના રિપોર્ટ મુજબ આ કપલ બે વર્ષથી રિલેશનશીપમાં હતું અને બંનેએ લગ્નના ૬ મહિના પહેલા જ સગાઈ કરી હતી. ત્યારે એવો દાવો પણ કરાયો હતો કે યુવક યુવતી સાથે ઘરેલુ હિંસા પણ કરતો હતો. ત્યારબાદ યુવતીને તેના બહેનના પતિનો સાથ ગમવા લાગ્યો. યુવકને આ વાતની ખબર પડી અને તેણે તેની દુલ્હન બનેલી યુવતીને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધુ.

Previous articleબ્રિટનમાં ઋષિ સુનકે કેજરીવાલ મોડલ અપનાવી રહ્યા છે..?
Next article૧૦ દિવસ પછી પૃથ્વી પર થઈ શકે છે વિનાશ! : નાસા