પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે રાજકોટમાં અલગ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા અને ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટની ખાનગી તેમજ સરકારી મળી ૧૫૦ જેટલી શાળાના કુલ ૮૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એક જ સમયે સમૂહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ચીનમાં આ પ્રકારે વિશ્વ વિક્રમ સ્થપાયો હતો પરંતુ તેમાં ભાગ લેનારની સંખ્યા ૪૯૦૦ આસપાસ હતી.
જ્યારે રાજકોટમાં ૮૫૦૦ વિદ્યાર્થીઓએ રંગપુરણી કરી નવું સીમાંકન હાંસલ કર્યું છે. પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રાજકોટ મનપા અને ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા અમૃતઘાયલ ઓડિટોરિયમ હોલ ખાતે એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. મનપા સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓ મળી કુલ અંદાજિત ૧૫૦ શાળાના ૮૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સાથે મળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોર્ટ્રેટમાં રંગપુરણી કરી અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે.
આ રેકોર્ડ માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ૫૦૦૦ વિદ્યાર્થીઓને એકઠા કરી કાર્યક્રમ કરવા કહેવામાં આવ્યું હતું જેની સામે આ કાર્યક્રમમાં ૮૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થતા એશિયા બુક અને લીમકા બુક રેકોર્ડમાં પણ એપ્લાય કરવામાં આવશે. ચીનમાં ૪૯૦૦ જેટલા લોકોએ આવો જ વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો જયારે રાજકોટ તેનાથી પણ મોખરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે રાજકોટવાસીઓમાં થનગનાટ અનેરો છે ત્યારે ર્સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા પણ સહભાગી બની વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓમાં વિશ્વના લોકપ્રિય નેતા પ્રત્યે લાગણી પ્રસરે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદી સભા સંબોધન કરવાના છે, જેમાં લગભગ એક લાખથી વધુની જનમેદની એકઠી થવાની છે. રેસકોર્સ મેદાનમાં જિલ્લા કલેક્ટ૨ની દેખરેખ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટા એસી સહિતની સુવિધાઓ સાથેનો જર્મન ટેક્નોલોજીનો ડોમ ઊભો ક૨વામાં આવ્યો છે. આ ડોમની સાઈઝ ૬૦૦ ટ૮૦૦ ફૂટની નક્કી કરવામાં આવી છે. કરોડોના ખર્ચે તમામ અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર થનારો આ ડોમ માટે ખાસ કારીગરો દિલ્હી આગ્રા અને ગોધરા સહિતના વિસ્તારોમાંથી આવ્યા છે.
લાઈટ, પંખા, કૂલ૨, તેમજ બેસવા માટે ખુરસીની બેઠક વ્યવસ્થા અને પીવાનું પાણી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સભાસ્થળ આસપાસ વધારાના મોબાઈલ ટોઇલેટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ડોમની અંદ૨ પ્રવેશવા માટે જુદા-જુદા ૧૧ જેટલા ગેટ બનાવવામાં આવ્યા છે. રાજકોટ શહેરના પ્રાણપ્રશ્ન સમાન ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને લોકોને યોગ્ય સુવિધા પૂરી પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળો પર અંડરબ્રિજ અને ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે.
તાજેતરમાં થોડા સમય પહેલાં લક્ષ્મીનગર અંડરબ્રિજનું લોકાર્પણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ જગ્યા પર ૩ ઓવરબ્રિજનાં લોકાર્પણ કરવાના છે, જેમાં વોર્ડ નંબર ૩માં સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજ, વોર્ડ નંબર ૮માં નાનામવા સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ અને વોર્ડ નંબર ૧માં રામદેવપીર ચોકમાં સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.
રાજકોટમાં એકસાથે ૩ ઓવરબ્રિજ ખુલ્લા મૂકતાં અંદાજિત ૭ લાખ વાહનચાલકને એનો સીધો ફાયદો થશે. આ ૩ જગ્યા પરથી રોજ ૭ લાખ જેટલાં વાહનો પસાર થતાં હોય છે, જે તમામને એનો લાભ મળશે. આ સાથે રાજકોટના સ્થાનિક રહેવાસી શેખર સૂચકે જણાવ્યું કે બ્રિજ ખૂલશે, એનો સીધો ફાયદો થવાનો છે
અને ટ્રાફિક સમસ્યા જરૂર હલ થશે. બ્રિજ બન્યાના દોઢ-બે વર્ષ સુધી મુશ્કેલી પડી હતી, ટ્રાફિક સમસ્યાનો સામનો પણ કર્યો હતો, પણ હવે એ મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.