Home દુનિયા - WORLD ચીનમાં ફરી રહસ્યમય વાઇરસ hMPVની તબાહી

ચીનમાં ફરી રહસ્યમય વાઇરસ hMPVની તબાહી

26
0

શ્વાસ સંબંધી બિમારીઓના કેસમાં વધારો થયો, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ

(જી.એન.એસ),તા.03

બેઇજીંગ

ચીનમાં ફરી એકવાર હસ્યમય બિમારીએ દસ્તક આપી છે, જેણે ઓનલાઈન ચર્ચાઓ અને અફવાઓને હવા આપી દીધી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને હ્યુમન મેટાપ્યુમોવાયરસ (hMPV) જેવા ઘણા વાયરસના 1 કેસ વધી રહ્યા છે. ચીનમાં હાલ શ્વાસ સંબંધી બિમારીઓના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં નાના બાળકો (જેમની ઈમ્યૂન સિસ્ટમ સંપૂર્ણ રીતે વિકસિત નથી) અને બુઝર્ગ (જેમની ઈમ્યુનિટી ઘટી ગઈ છે) આ બિમારી પ્રતિ સૌથી વધુ સેન્સિટિવ છે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો સદી અને ફલૂ જેવા જ છે. જેમાં તાવ, ખાસી, નાકમાંથી પાણી વહેવું અને ક્યારેક ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ. ગંભીર કિસ્સાઓમાં તે ન્યુમોનિયા જેવી જટિલતાઓનું રૂપ લઈ શકે છે. જોકે, ચીનની સરકાર કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ અંગે કોઈ ઔપચારિક ચેતવણી જારી કરી નથી. નિષ્ણાતો માને છે કે આ રોગ મોસમી છે અને નવો રોગચાળો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે અને સ્થિતિ કંટ્રોલ બહાર છે, અત્યાર સુધી પ્રમાણિત થઈ શક્યું નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ મૌસમી ઉઠાળનું મુખ્ય કારણ ઠંડું વાતાવરણ અને પોસ્ટ કોવિડનો પ્રભાવ છે. કોવિડ લોકડાઉન દરમિયાન લોકોનો અન્ય સામાન્ય વાયરસથી સંપર્ક ઓછો થઈ ગયો હતો, જેનાથી તેમનો ઇમ્યુનિટી ક્ષમતા ઓછી થઈ ગઈ. નિષ્ણાતોના મતે હાલમાં ઈન્ફલ્યુએન્ઝા એ મુખ્ય રોગ છે અને hMPVના કેટલાક કેસ નોંધાયા છે. પરંતુ hMPVએ નવો રોગ નથી. તે પ્રથમ વખત 2001માં ઓળખવામાં આવ્યો હતો અને દર વર્ષે મોસમી પ્રકોપ તરીકે જોવામાં આવે છે. આ બિમારીના બચાવ માટે સાફ સફાઈનું ધ્યાન રાખો, ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા અને જો તમે બિમાર છો તો ઘરમાં રહો. ખાસ કરીને બાળકો અને બુઝુર્ગોના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખો અને જરૂર પડે તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરો. ચીનમાં બિમારીઓના વધતા કેસથી દુનિયાભરમાં એકવાર ફરી લોક્ડાઉનની અફવાહ ફેલાઈ છે, પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે આ એક સામાન્ય મોસમી બિમારી છે અને તેનાથી ગભરાવવાની જરૂર નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field