Home દુનિયા - WORLD ચીનમાં છ મહિનામાં પ્રથમવાર કોરોનાથી મોત થયા, ઘણા જિલ્લામાં લૉકડાઉન

ચીનમાં છ મહિનામાં પ્રથમવાર કોરોનાથી મોત થયા, ઘણા જિલ્લામાં લૉકડાઉન

52
0

ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ મહિનામાં પ્રથમવાર પાછલા સપ્તાહે ત્રણ લોકોના મોત થયા છે. તે દેખાડે છે કે કડક ઝીરો કોવિડ પોલિસી પણ કોરોનાને રોકવામાં નિષ્ફળ છે. દુનિયામાં કોરોના વાયરસ પ્રત્યે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ ચીન દુનિયાની મોટી અર્થવ્યવસ્થા છે, જે હજુ પણ કડક નીતિનું પાલન કરી રહી છે. ચીને અચાનક ઘણા શહેરોમાં લૉકડાઉન જાહેર કર્યુ છે. સાથે સામૂહિક ટેસ્ટિંગ અને ક્વોરેન્ટીનની વ્યવસ્થા પણ લાગૂ કરી છે.

દુનિયા કોવિડનો સામનો કરવાનું શીખી ગઈ છે, પરંતુ ચીનમાં હજુ સ્થિતિ કાબુમાં નથી. ચીને સત્તાવાર રીતે રવિવારે એક 87 વર્ષીય વૃદ્ધના મોતની જાણકારી આપી છે. બેઇજિંગમાં સોમવારે કોરોના વાયરસના 962 નવા કેસ સામે આવ્યા હતા. તેના એક દિવસ પહેલા 621 કેસ સામે આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચે રવિવારે જણાવ્યું કે ચીનમાં છેલ્લા 24 કલાકમાં 26,824 કેસ સામે આવ્યા છે. આ નવા કેસ એપ્રિલમાં આવેલા કેસ સમાન છે.

બેઇજિંગમાં ઘણા જિલ્લામાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કરી દીધુ છે. ચીનમાં દુનિયાની સૌથી વધુ વસ્તી છે, પરંતુ બાકી દેશોની તુલનામાં સત્તાવાર રૂપે કોરોનાના કેસ ઓછા છે. થોડા સમય સુધી સંક્રમણના ઓછા કેસ આવ્યા બાદ હવે અચાનક તેમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસમાં વધારો તેવા સમયે જોવા મળી રહ્યો છે, જ્યારે ચીને 11 નવેમ્બરે કોવિડ-19 સાથે જોડાયેલા નિયમોમાં ઢીલ આપવાની શરૂઆત કરી હતી. આ ઢીલમાં આંતરરાષ્ટ્રીય યાત્રા બાદ ફરજીયાત ક્વોરેન્ટીનને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જાહેરાત બાદ ચીના ઘણા શહેરોમાં મોટા પાયા પર કોરોના ટેસ્ટિંગને બંધ કરવામાં આવ્યું, અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે સ્થિતિ ફરી સામાન્ય થશે. ચીનની ઝીરો કોવિડ પોલિસીએ તેને દુનિયાથી અલગ કરી દીધુ છે. તેના કારણે અર્થવ્યવસ્થાને પણ નુકસાન થયું છે. ચીનની સરકારે નાગરિકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા પણ રોક્યા છે. બેઇજિંગમાં ઘણા શોપિંગ મોલ રવિવારે બંધ રહ્યાં. તો ઘણા લોકના ખુલ્લા રહેવાના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘણા રેસ્ટોરન્ટે બેસીને જમવાની સુવિધા બંધ કરી દીધી છે.

ચાઓયાંગ જિલ્લાના અધિકારીઓએ કંપનીઓને કહ્યું કે તે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે. કેટલાક પાર્ક અને જિમ પણ બંધ થઈ ગયા છે. બેઇજિંગમાં નવા કોરોના પ્રતિબંધોને કારણે એશિયામાં લગભગ દરેક શેર બજારમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. હોંગકોંગનો હૈંગ સેંગ ઇન્ડેક્સ લગભગ 2 ટકા નીચે આવ્યો. ચીનના ગુઆંગઝૌમાં દરરોજ 8 હજાર કોરોના કેસ સામે આવી રહ્યાં છે, આ કારણે સરકારે બૈયુન જિલ્લામાં પાંચ દિવસનું લૉકડાઉન લગાવ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોણ પાકિસ્તાનના નવા સેના પ્રમુખ બનશે? રેસમાં છે આ ત્રણ નામ સૌથી આગળ
Next articleશ્રદ્ધાની હત્યાનો આરોપી આફતાબ બોલ્યો,”જે પણ થયું તે HEAT OF THE MOMENT હતું”