Home દુનિયા - WORLD ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચ્યો

ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચ્યો

59
0

(જી.એન.એસ) તા. 11

બીજીંગ,

અમેરિકા દ્વારા 17 જેટલા દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા દેશોની ઈકોનોમી પર માઠી અસર દેખાઈ રહી છે ત્યારે હવે ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચી ગયો છે. એક તરફ ટ્રમ્પની ટેરિફ વૉરને લીધે વિશ્વ બજારો સતત તૂટી રહ્યાં છે. ત્યારે સેન્ટ્રલ બેન્ક ઓફ ચાયનાને ડૉલર સામે યુઆન ઘટાડવા નિર્ણય લીધો છે. કહો કે લેવો પડયો છે.

યુઆનની કિંમત ઘટતાં ચીનને વિકાસ ક્ષેત્રેનો સારો એવો લાભ મળશે જ, કારણ કે યુઆન સસ્તો થતાં આયાતકારો ચીનનો માલ ખરીદવા આકર્ષાશે. પરંતુ તે સામે ભીતિ ને ઉપસ્થિત થઇ છે કે વિદેશી રોકાણકારો ચીનના ચલણની સ્થિરતા ન જોતાં તેઓની મૂડી ચીનમાંથી પાછી ખેંચી લેવા તત્પર બનશે તેમ વિશ્લેષકોનું માનવું છે.

બુધવારે ડૉનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાય અન્ય તમામ દેશોને માટે ટેરિફ વધારામાં ૯૦ દિવસની રાહત આપી છે. બીજી તરફ ચીનની ચીજોની આયાત ઉપર ૧૨૫ ટકા જેટલો આયાત કર (ટેરિફ) વધારી દીધો છે. આથી ધૂંધવાયેલાં ચીને અમેરિકાની ચીજોની આયાત ઉપરના ૫૦ ટકા ટેરિફ ઉપર બીજો વધારાનો ટેરિફ નાખી કુલ ટેરિફ ૮૪ ટકા કરી નાખ્યો છે. આમ વિશ્વની બે સૌથી પ્રબળ આર્થિક સત્તાઓ સામ સામે શિંગડાં ભરાવી રહેતાં વૈશ્વિક અર્થતંત્રમાં એક તરફ અસ્થિરતા શરૂ થઇ ગઈ છે. તો બીજી તરફ મંદીનાં એંધાણ પણ દેખાઈ રહ્યાં છે તેવું વિશ્લેષકોનું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે. અમેરિકાના ટેરિફનો નિશ્ચયાત્મક અને પ્રબળ રીતે કરવાનો ચીને નિર્ધાર કર્યો છે.

ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું હતું કે પોતાના કાયદેસરના અધિકારો અને હિતોનાં રક્ષણ માટે ચીન નિશ્ચાત્મક રીતે અને મજબૂતીથી પગલાં ભરશે તે ચીનનાં સાર્વભૌમત્વ સલામતી અને વિકાસને નુકસાન થાય તેવું કશું જ સહી શકશે નહીં.

લીને વૉશિંગ્ટન ઉપર ટેરિફનો દબાવવા માટે ઉપયોગ કરવાનાં શસ્ત્ર તરીકે આક્ષેપ મુક્યો હતો. સાથે તે કાર્યવાહીને શક્તિની શતરંજ અને કગાર પર લઇ જવાની ગતિવિધિ સમાન ગણાવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field