(જી.એન.એસ),તા.૦૫
શ્રીલંકા
શ્રીલંકાની અને પાકિસ્તાનની સ્થિતિમાં રાજકીય સંકટ ઘેરાતો જોવા મળ્યો છે. પાકિસ્તાન-શ્રીલંકાને ચીનના સહયોગીઓ છે. હવે તેમની ચીનને સહયોગ કરવો ભારે પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અનૌપચારિક રીતે માર્ચના અંતમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની કાઠમંડુની મુલાકાત દરમિયાનની વાતચીત શેર કરી હતી. નેપાળના PM એ કહ્યું કે, નેપાળની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગે કહ્યું હતુ કે તેમનો દેશ માત્ર બેઇજિંગ પાસેથી અનુદાન સ્વીકારી શકે છે,પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લોન નહીં. ઉલ્લેખનીય છે કે વાંગની કાઠમંડુની મુલાકાત દરમિયાન બેલ્ટ રોડ ઇનિશિયેટિવ સંબંધિત એક પણ કરાર પર હસ્તાક્ષર થઈ શક્યા નહોતા. દક્ષિણ એશિયામાં ચીનની ક્રેડિટ 4.7 અબજ ડોલરથી વધીને 40 અબજ ડોલર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં દેઉબાના નેતૃત્વમાં નેપાળે ચીનના દેવાની જાળમાંથી બચવાનો નિર્ણય લીધો છે. નેપાળ જોઈ રહ્યું છે કે, ચીનના બે સહયોગી ગણાતા પાકિસ્તાન અને શ્રીલંકામાં કેવું રાજકીય સંકટ ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાનના બાહ્ય દેવામાં ચીનનો હિસ્સો 10 ટકા છે. બંને દેશો વચ્ચેના સંબંધો હવે એટલા સૌહાર્દપૂર્ણ દેખાતા નથી, કારણ કે પાકિસ્તાનમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે.તેમજ ઈમરાન ખાન અને તેના સહયોગીઓના રૂપમાં ચાલી રહેલી સરકારએ તમામ લોકતાંત્રિક સંસ્થાઓને અસુરક્ષિત બનાવી દીધી છે. શ્રીલંકાની સ્થિતિ અલગ નથી અને આ વખતે તેમની પાસે ભારતને જવાબદાર ઠેરવવાની કોઈ તક નથી. દેશ ઇંધણ અને તેલ ખરીદવા માટે વિદેશી ભંડાર ખતમ થવાના આરે છે. શ્રીલંકાની આ સ્થિતિ પાછળ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે જવાબદાર છે, જેમણે ચીન પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લઈને દેશની અર્થવ્યવસ્થા પર દબાણ કર્યું છે. આ બધી લોન તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના નામે લીધી હતી. પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિ જોતા માલદીવ, નેપાળ અને બાંગ્લાદેશને વિચારવાની ફરજ પડી છે. હવે જોવું એમ છે કે માલદીવ, નેપાળ અને બાંગ્લાદેશ શું કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.