(જી.એન.એસ)શંઘાઈ,તા.૨૪
ચીનના વૈજ્ઞાનિકો ચંદ્રથી પૃથ્વી પર હિલિયમ પહોંચાડવા માટે મેગ્નેટિક સ્પેસ લોન્ચર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. લોન્ચરનું વજન 80 મેટ્રિક ટન (800 ક્વિન્ટલ) હશે અને તેની કિંમત લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા હશે. તેનો ઉપયોગ ચંદ્રની સપાટી પર રહેલા આઇસોટોપ હિલીયમ-3 કાઢવા માટે કરવામાં આવશે. શંઘાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેટેલાઇટ એન્જિનિયરિંગના સંશોધકોના જણાવ્યા અનુસાર, હિલિયમ-3 ન્યુક્લિયર ફ્યુઝન સ્વચ્છ ઊર્જા મેળવવાનો આશાસ્પદ માર્ગ છે. માત્ર 20 ટન હિલીયમ-3 એક વર્ષ માટે ચીનની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું છે. લોન્ચર ક્યારે તૈયાર થશે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. તેને ચંદ્રની સપાટી પર ઓછામાં ઓછા 20 વર્ષ સુધી કામ કરી શકે તે રીતે ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ યોજના રશિયા અને ચીનના સંયુક્ત અંતરિક્ષ કાર્યક્રમ સાથે સંબંધિત હોઈ શકે છે. આમાં બંને દેશોએ 2035 સુધીમાં ચંદ્રના સાઉથ પોલ પર રિસર્ચ સ્ટેશન બનાવવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. ચંદ્ર સ્પેસ રિસર્ચનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. માત્ર ચીન જ નહીં પરંતુ અમેરિકા પણ ચંદ્રની કિંમતી ચીજોને ત્યાંથી ધરતી પર લાવવાનું વિચારી રહ્યું છે. બંને દેશોની સ્પેસ એજન્સીઓની સાથે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ ચંદ્ર મિશનને સતત લોન્ચ કરી રહી છે. નાસા આર્ટેમિસ મિશન દ્વારા ચંદ્ર પર કાયમી કોલોની બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇસરો હવે ચંદ્રયાન 4 અને 5ની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે મંગળવારે (20 ઓગસ્ટ) જણાવ્યું હતું કે સ્પેસ એજન્સીએ ચંદ્ર મિશનના આગામી તબક્કા માટે ડિઝાઇન તૈયાર કરી છે. સરકાર તરફથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ પછી ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર પાછા લાવવા, ચંદ્ર પરથી અવકાશયાન લોન્ચ કરવુ, ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશ ડોકીંગ પ્રયોગ અને નમૂનાને પૃથ્વી પર પરત લાવવાનો સમાવેશ થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.