ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે મોડી રાત્રે 7.2ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો
(જી.એન.એસ),તા.૨૩
રાજધાની દિલ્હીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે મોડી રાત્રે 7.2ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દિલ્હી અને NCRના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકાઅનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં 80 કિલોમીટરની ઊંડાઈએ હોવાની માહિતી આપી છે. ચીનના દક્ષિણ શિનજિયાંગ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે 7.2ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા દિલ્હી અને NCRના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં 80 કિલોમીટરની ઊંડાઈએ હતું. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ રાજધાની અને આસપાસના વિસ્તારોને ઝોન-4માં મૂક્યા છે. ઝોન-4 એટલે કે હિમાલય, કાશ્મીર અને કચ્છ પછી દિલ્હી NCRમાં ભૂકંપનું જોખમ સૌથી વધુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી અહીં વારંવાર ભૂકંપ આંચકા અનુભવાઇ રહ્યા છે. ગત વર્ષે અહીં 18 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.