Home દેશ - NATIONAL ચિંતન શિબિરમાં મોટો નિર્ણય કર્યો “કોંગ્રેસ જો આવી સત્તામાં તો EVM પર...

ચિંતન શિબિરમાં મોટો નિર્ણય કર્યો “કોંગ્રેસ જો આવી સત્તામાં તો EVM પર પ્રતિબંધ મૂકી શકે”

51
0

(જી.એન.એસ),તા.૧૬
રાજસ્થાન


કોંગ્રેસ ઇવીએમના પ્રત્યે નારાજગી ઉદયપુરમાં ચાલી રહેલી ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં જોવા મળી છે. જેમાં કોંગ્રેસમાં લાંબા સમયથી ઇવીએમ પર સવાલ ઉઠાવતી આવી છે. અને અમુક એવા સૂત્રોના અનુસાર જાણવા મળ્યું કે કોંગ્રેસે એવો સંકલ્પ લીધો કે સત્તામાં જો કોંગ્રેસ આવી તો ઇવીએમ પર પ્રતિબંધ લગાવશે. સરકાર બન્યા બાદ કોંગ્રેસ બેલેટ પેપર પર ચૂંટણી કરાવશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ સંવાદદાતાઓને કહ્યું કે ‘ઇવીએમ પર ખૂબ ચર્ચા થઇ છે. ખૂબ જ ગોટાળા થઇ રહ્યા છે. મારું અંગત રીતે માનવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આગ્રહ કરવા છતાં તે તેને દૂર કરશે નહી. અમારે તેમને હરાવવા પડશે. અમારા ચૂંટણી ઢંઢેરામાં લખવું પડશે કે અમે સત્તામાં આવીશું તો ઇવીએમ હટાવીને મતપત્ર તરફ જઇશું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે પણ રવિવારે કહ્યું કે તેમની પાર્ટીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન હટાવીને મતપ્ત્ર વડે ચૂંટણી કરાવવાનો વાયદો આગામી લોકસભા ચૂંટણીના ઘોષણાપત્રમાં કરવો જોઇએ. આ મુદ્દાને જનતાની વચ્ચે પણ લઇ જવો જોઇએ. પાર્ટીની ચિંતન શિબિર માટે રચવામાં આવેલી રાજકીય મામલાની સમન્વય સમિતિના સભ્ય પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે તેમનું અંગત રીતે માનવું છે, પરંતુ ઘણા નેતાઓએ પણ તેના સહમતિ દર્શાવી છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોંગ્રેસને જનતા વચ્ચે જવું પડશે. તેમને પૂછવામાં આવ્યું કે શું પાર્ટીના ‘સોફ્ટ હિંદુત્વ’ તરફ આગળ વધવાને લઇને ચર્ચા થઇ છે તો તેમણે કહ્યું કે અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પાર્ટી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે કયા મુદ્દાઓને સ્વિકૃતિ મળે છે.’ ચિંતન શિબિર વિશે તેમણે કહ્યું કે ‘ચર્ચા થઇ રહી છે, આ મોટી વાત છે. અમારી માંગ હતી કે કોંગ્રેસ સંવિધાનનું અનુસરણ કરવામાં આવશે, સારી વાત એ છે કે તેનું અનુસરણ કરવામાં આવ્યું છે.’ કોંગ્રેસના સંસદી બોર્ડ બનાવવા અંગેની ચર્ચા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તે અંગે જાણકારી નથી કારણ કે જો તેના પર ચર્ચા થઇ હશે તો સંગઠન સંબંધી સમિતિમાં થઇ હશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય વિદેશ મંત્રી કહ્યું “વડાપ્રધાન મોદી આતંકવાદને નજરઅંદાજ અને સહન કરશે નહિ”
Next articleહવે અદાણી ગ્રુપ ગેસ અને એવિએશન બાદ સિમેન્ટ સેક્ટરમાં કર્યો પ્રવેશ