Home મધ્ય ગુજરાત અમદાવાદ ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦%થી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં...

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦%થી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૩%થી વધુ વરસાદ નોંધાયો

14
0

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર/અમદાવાદ/સાબરકાંઠા,

દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું છે. સાથે જ, હાલ કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધું છે. જ્યારે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ અને મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

તાલુકાની વાત કરીએ તો, બનાસકાંઠાના પાલનપુર અને ડિસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, રાજ્યની આશરે ૧૪ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૪૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૩૭ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૨૦૭ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૩ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૮ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૬ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં ૧૦૪  ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય અટલ ભૂજલ યોજના હેઠળ રિચાર્જ ટ્યુબવેલના કાર્યનો શુભારંભ સુરત ખાતે પી એમ મોદીની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિમા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામા આવ્યું
Next articleગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી