Home ગુજરાત ચાર બાળસિંહ સાથે નીકળેલી સિંહણે ૧૫ વર્ષના કિશોરને ઉઠાવી ગઈ, માસૂમનું તડપી...

ચાર બાળસિંહ સાથે નીકળેલી સિંહણે ૧૫ વર્ષના કિશોરને ઉઠાવી ગઈ, માસૂમનું તડપી તડપીને મોત

39
0

અમરેલી જિલ્લામાં મધરાતે સિંહણે ૧૫ વર્ષીય કિશોરનો શિકાર કર્યાની રૂંવાડાં ઉભા કરતી ઘટના સામે આવી છે. પરપ્રાતિય પરિવાર વાડીમાં સુતો હતો ત્યારે અચાનક ચાર સિંહબાળ સાથે માનવભક્ષી સિંહણ આવી હતી અને આંખના પલકારામાં કિશોરને ઉઠાવી લીધો હતો.

ડરી ગયેલા પરિવારે જાણ કરતા રાજુલા રેન્જના આરએફઓ, પોલીસ અને એસઆરપી જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જાેકે, રોષે ભરાયેલી સિંહણ કિશોરને છોડવા તૈયાર નહોતી ત્યારે જેસીબીની મદદથી અડધા કલાક બાદ માંડ માંડ કિશોરના મૃતદેહને સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવડી ગામમાં પરપ્રાતિય પરિવાર ખેત મજૂરી કરવા અર્થે આવ્યો હતો.

વાડીમાં પરિવાર સુતો હતો ત્યારે શિકારની શોધમાં ચાર સિંહબાળ સાથે સિંહણ આવી હતી. સિંહણે આક્રમક રીતે ૧૫ વર્ષીય રાહુલ સુમરસિંગ મસણીયા નામના કિશોરને ઉઠાવી લીધો હતો. પરિવારે કિશોરને છોડાવનાનો પ્રયત્ન કરતા સિંહણે પરિવાર પર પણ હુમલો કર્યો હતો, જેથી પરિવાર ડરનો માર્યો દુર ભાગી ગયો હતો અને વનવિભાગને જાણ કરી હતી. જાેકે, વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર હોવાથી રાજુલા રેન્જના આરએફઓ યોગરાજ સિંહ, ટ્રેકરો, પોલીસ અને એસઆરપીના જવાનોની મદદ લઇને દોડી આવ્યા હતા.

રાજુલા રેન્જના આરએફઓનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે સિંહણ કિશોરને ચૂંથી રહી હતી. જેમણે છોડાવવાનો પ્રયત્ન કરતા તેમના પર પણ સિંહણે હુમલો કર્યો હતો. જેથી ગામમાંથી જેસીબી બોલાવી તેની આડમાં અડધા કલાકની મહેનત બાદ કિશોરના મૃતદેહને માંડ માંડ છોડાવ્યો હતો.

ત્યારબાદ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી સિંહણને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી. સિંહણને પાંજરે પુરવાના ઓપરેશનમાં સવારે સફળતા મળી હતી. જેમાં સિંહણ અને ચાર સિંહબાળને પાંજરે પુરી રાજુલા રેન્જના આરએફઓ યોગરાજ સિંહે રાહતનો શ્વાસ લીધો હતો. જાેકે, આ ઘટનાથી રાજુલા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાલધારીઓ ગૌચરની જમીન દબાવવા બાબતે વિસાવદર બંધ પાળી રેલી યોજી રજૂઆત કરી
Next articleઅમરેલીના શિયાળ બેટના માછીમારોના પ્રશ્નનો અંગે કોંગી એમએલએએ મત્સ્યોદ્યોગ મંત્રીને કરી રજૂઆત