ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ (CWC) ના નવા નિમણૂક પામેલા અધ્યક્ષ-સભ્યો તથા જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડ (JJB) ના સભ્યો માટે બે બેચમા ઇન્ડક્શન ટ્રેનિંગ અને સેન્સિટાઈઝેશન
(જી.એન.એસ),તા.૧૨
ગાંધીનગર,
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સમાજ સુરક્ષા પ્રભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સી દ્વારા પ્રથમ બેચમા ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ (CWCs) ના નવા નિમણૂક પામેલા અધ્યક્ષ-સભ્યો માટે તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ અને દ્વિતિય બેચમા દરેક જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડ (JJBs) ના સભ્યો માટે તા.૧૧/૦૩/૨૦૨૪ ના રોજ ગુજરાત ફોરેસ્ટ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર ખાતે ઇન્ડક્શન ટ્રેનિંગ અને સેન્સિટાઈઝેશન કાર્યક્રમ યોજાયો. જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ ની કલમ-૦૪ હેઠળ જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડ રચાયેલ છે. જેમા મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અથવા તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને બે સામાજિક કાર્યકર હોય છે, આ સામાજિક કાર્યકર પૈકી ઓછામાં ઓછો એક સભ્ય સ્ત્રી સભ્ય હોય છે. સામાન્ય રીતે આ બૉર્ડ સમક્ષ કાયદા સાથે સંઘર્ષમા આવતા બાળકોને રજૂ કરવામા આવે છે
જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ ની કલમ-૨૭ હેઠળ ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ રચાયેલ છે. જેમા એક ચેરપર્સન અને અન્ય ચાર સભ્યો હોય છે. જેમની સમક્ષ કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા અને/અથવા કાયદા સાથે સંપર્કમા આવતા બાળકોને રજૂ કરવામા આવે છે. ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ અને જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડ બાળકોના સર્વ શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ રીહેબીલીટેશન માટે કાર્ય કરે છે અને આ બાળકોનું સમાજના મુખ્ય પ્રવાહમા પુન:સ્થાપન સુનિશ્ચિત કરે છે. આ ટ્રેનિંગની બંન્ને બેચમા ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ અને જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડની જવાબદારીનું મહત્વ સમજાવવામા આવેલ અને દરેક કમિટિના અધ્યક્ષ અને સભ્યો પોતાની સમક્ષ રજૂ કરવામા આવતા કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા અને કાયદા સાથે સંપર્કમા આવતા બાળકોને પોતાની વ્યક્તિગત બાબતો કરતા પણ પહેલા અગ્રીમતા આપે તે જરૂરી છે એમ શ્રી વિક્રમસિંહ જાદવ, નિયામક, સમાજ સુરક્ષા દ્વારા અપીલ કરવામા આવેલ. ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ (CWC) ના નવા નિમણૂક પામેલા અધ્યક્ષ-સભ્યોએ જિલ્લા કક્ષાએ સબંધિત સ્ટેકહોલ્ડર્સ સાથે સંકલન કરી બાળ સુરક્ષા વિષયક કામગીરીની સમજૂતી આપતા સમાજ સુરક્ષાના નાયબ નિયામક શ્રીમતિ એચ.એન. વાળાએ જણાવેલ કે સબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ કેર ઈન્સ્ટિટ્યૂટસન્સ, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કરવાનુ રહેશે.
નિયામકશ્રી, સમાજ સુરક્ષાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ટ્રેનિંગમા ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ (CWC) ના નવા નિમણૂક પામેલા અધ્યક્ષ-સભ્યો માટે અને જુવેનાઈલ જસ્ટિસ બૉર્ડ (JJBs) ના સભ્યો માટે સબંધિત વિષય-નિષ્ણાંત દ્વારા વિવિધ સેશન લેવામા આવેલ જેમા, બાળ અધિકાર અને સંયુક્ત રાષ્ટ્રનું બાળ અધિકારો અંગેનું સમજૂતી પત્ર, ૧૯૮૯, જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ અને અમેન્ડમેન્ટ ૨૦૨૧, જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) મોડેલ રૂલ્સ, ૨૦૧૬ અને અમેન્ડમેન્ટ ર૦૨૨, ગુજરાત જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) સ્ટેટ રૂલ્સ, ૨૦૧૯, એડૉપ્શન રેગ્યુલેશન. ૨૦૨૨, ભુમિકા અને કાર્યો તેમજ મિશન વાત્સલ્ય યોજના અને મિશન વાત્સલ્ય પૉર્ટલ (MVP) નો સમાવેશ કરવામા આવ્યો હતો. આ ટ્રેનિંગમા વિષય નિષ્ણાંત તરીકે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી રાકેશ રાવ, યુનિસેફ કન્સલ્ટન્ટટ્સ જોડાયા હતા. તેઓ દ્વારા ચર્ચા કરવામા આવેલ સબંધિત કેસ સ્ટડી અને સીમાચિહ્ન ચુકાદાઓ સંદર્ભે સેશન્સ રસપ્રદ બની રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.