Home Uncategorized ચાંદીપુરા કોઇ નવો વાયરસ નથી વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો, સામાન્ય...

ચાંદીપુરા કોઇ નવો વાયરસ નથી વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો, સામાન્ય રીતે વરસાદી ઋતુમાં જોવા મળતો રોગ છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

11
0

(જી.એન.એસ) તા. 15

ગાંધીનગર,

ગુજરાતનાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યના લોકોને હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે, ચાંદીપુરા કોઇ નવો વાયરસ નથી વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો. આ સામાન્ય રીતે વરસાદી ઋતુમાં સામાન્ય જોવા મળતો રોગ છે. આ રોગ વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફલાયના (રેત માંખ) કરડવાથી થાય છે ૯ મહીનાથી ૧૪ વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે મુખ્‍યત્‍વે ગ્રામીણ વિસ્‍તારમાં જોવા મળે છે. આ વિસ્તારના બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું

ગુજરાતમાં આ રોગના અત્યારસુધીમાં 12 કેસ જોવા મળ્યા, તેમાથી 6 દર્દીઓ સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પુના સેમ્પલ મોકલવામાં આવે છે, જેનું પરિણામ 12 થી 15 દિવસે આવે છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા શંકાસ્પદ 6 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. પુના ખાતે થી સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચોક્કસપણે કહી શકાશે કે આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં

રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીની સૂચના થી રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સધન સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ છે. અત્યારસુધીમાં કુલ 4,487 ઘરોમાં કુલ 18,646 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે.. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.

સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસે કહેર વર્તાવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના લીધે 4 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરા વાઇરસના આતંકને જોતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને મૃતક બાળકોના રિપોર્ટ તપાસ માટે પૂના મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠામાં આરોગ્યની ટીમે સર્વે કામગીરી હાથ ધરી દીધી છે, તેમજ સર્વે દરમિયાન અરવલ્લીમાં આ શંકાસ્પદ વાઇરસના લીધે 2 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, તો બીજી તરફ ભિલોડાના કંથારિયા વિસ્તારમાં આરોગ્ય ટીમે દ્વારા કરવામાં આવેલા સર્વેમાં હાલમાં 2 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા
Next articleઝારખંડના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીને મળ્યા