ચાંદખેડામા રહેતી સગીરાને લગ્નની લાલચ આપી એક યુવક ભગાડી ગયો હતો. સગીરા અને તેની માતા ટ્યુશનથી ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન બનાવ બન્યો હતો. જ્યારે એક દિવસમાં સગીરાને શોધી લીધા પછી આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવનો કેસ પોક્સો કોર્ટમાં ચાલતા આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપી માત્ર એક દિવસ સગીરાને તેની બહેનના ઘરે લઇ ગયો હતો અને બીજા દિવસે ઉતારી પાછી મોકલી હતી. ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 14 વર્ષની સગીરા વર્ષ 2018માં સાંજના સમયે તેની માતા સાથે ટ્યુશન પતાવી ઘરે આવી રહી હતી.
તે સમયે જગતપુર ગામ, નવરંગ હાઇસ્કૂલ સામે ભક્તિનગર ન્યૂ ભાવિકનગર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય જીમી ત્રિભોવનભાઇ મકવાણા ચાંદખેડા સ્થિત નારાયણ સર્કલ પાસેથી પાછળથી બાઇક લઇ આવી ભગાડી ગયો હતો. જેને લઇને પરિવારજનો દ્વારા સગીરાની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મળી આવી ન હતી. જેથી ચાંદખેડા પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જ્યારે સગીરા પરત આવતા સમગ્ર બાબત પોલીસ સમક્ષ જણાવી હતી.
ત્યારે આ બનાવને લઇ કેસ ગાંધીનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષે સરકારી વકીલ સુનિલ એસ.પંડ્યા દ્વારા આરોપીને કડકમાં કડક સજા કરવા અને સમાજમાં દાખલો બેસાડવા માટે આકરામાં આકરી સજા કરવા માટે દલીલો કરવામાં આવી હતી.
જેને લઇ જજ એસ.ડી. મહેતા દ્વારા આરોપીઓ અને સાક્ષીઓને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો અને જો દંડ ના ભરે તો વધુ દોઢ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.