ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાતના ભુજ, જસદણ જેવા વિસ્તારોની મુલાકાતે હતા. જ્યાં તેમણે તેમની જાહેર સભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસની સરકાર પર અનેક આકરા પ્રહારો કર્યા હતા. અને તેમ પણ કહ્યું હતું કે ગુજરાતના તે દિકરા જેની પર એક પણ કલંક નથી તેને ગુજરાતમાં બદનામ કરનાર, કોંગ્રેસને જનતા માફ નહીં કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રહારો બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ચહેરા પર ચિંતા અને માથા પર પરસેવો, ડરેલા-ડરેલા સાહેબ નજરે આવી રહ્યા છે. શાહ-જાદા અને રાફેલના પ્રશ્નો પર ખબર નહીં કેમ તેમના હોંઠ સીવાઇ જાય છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા પછી કોંગ્રેસે પણ પ્રેસવાર્તા કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ આ પ્રેસવાર્તામાં પીએમ પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે વડાપ્રધાન અસ્વસ્થ માનસિકતાના શિકાર થયા છે જે વાત રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. તેમને એવુ લાગી રહ્યુ છે તે તેમના અને ભાજપની શરૂઆત પહેલા ગુજરાત કે દેશમાં કંઇ થયું જ નથી. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાહુલના પ્રહારો પર પીએમ મોદી કંઇ બોલે છે કેમ તે હવે જોવું રહ્યું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.