કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા મેરુભાઈ માંડણભાઈ મોઢવાડિયા નામના 28 વર્ષના યુવાને તારીખ 4 ના રોજ પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા તેનું ત્યાં મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાન મેરૂભાઈ તામસી સ્વભાવનો હોય, તેણે પોતાના પત્નીને વાડીમાં પાણી વાળવા જવાનું કહેતા તેણીને ઘરનું કામ હોવાથી પાણી વાળવા જવાની ના કરી હતી. જેથી મેરૂભાઈ તારીખ 4 ના રોજ સવારના સમયે ઘરેથી નીકળી ગયા બાદ આ પગલું ભરી લીધું હોવા અંગેની જાણ મૃતકના પિતા માંડણભાઈ ભીમાભાઈ મોઢવાડિયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
જે અંગેની નોંધ કરવામાં આવી છે. ભાટીયા ગામે મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા લખમણભાઈની ઓફિસમાં પૈસા આવ્યા હોવાથી તે લેવા આવેલા ગોપાલ વાઘેરને લખમણભાઈ બહાર ગયા હોવાથી થોડો સમય લાગતાં ઉશ્કેરાઈ ગયેલા ગોપાલ વાઘેરએ લખમણભાઈને બિભત્સ ગાળો કાઢી હતી. જેથી પાસે રહેલા લખમણભાઈના ભાઈ આસપારભાઈ જીવાભાઈ ધમાએ આરોપી ગોપાલને ગાળો બોલવાની ના કહેતા તેણે ઉશ્કેરાઈને ઢીકા પાટુનો માર મારી અને તથા ઓફિસમાં રહેલી લોખંડની ખુરશી આસપારભાઈને ઝીંકી દેતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી.
આટલું જ નહીં, આરોપી ગોપાલ વાઘેરએ આસપારભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસે ગોપાલ વાઘેર સામે આશપારભાઈ જીવાભાઈ ધમાની ફરિયાદ પરથી જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતા ગોવિંદભાઈ હરદાસભાઈ કરમુર નામના 55 વર્ષના આહિર પ્રૌઢ સાથે ટ્રેક્ટરની સાઈડ આપવા બાબતે બોલાચાલી કરી, આ જ ગામના રણમલભાઈ ડાડુભાઈ કરમુર નામના શખ્સ દ્વારા લાકડાના ધોકા વડે બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.