પાલનપુર તાલુકાના ચંડીસર જીઆઇડીસીમાં રહેતા શ્રમિક પરિવારના બે બાળકોના ટેન્કરના ટાયર નીચે કચડાઇ જતાં તેમની માતાની નજર આગળ જ મોત થયા હતા. બંને બાળકો તેમની માતાની સાથે બોઇલર વિભાગ તરફ જઇ રહ્યા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશના લાલસીંગ માનસિંગ બારીયા જીઆઇડીસીમાં વૈષ્ણવદેવી, રીફોઈલ્સ એન્ડ સોવલેક્સ ઓઇલમીલમાં રહીને છેલ્લા 10 વર્ષથી મજૂરી કામ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે.
તેમના પત્ની રેખાબેન ઓઈલમિલમાં બોઇલર વિભાગમાં કામ કરે છે. દરમિયાન સાંજના સુમારે રેખાબેન તેમની દીકરી હંસિકા અને દીકરા હાર્દિક સાથે બોઇલર વિભાગ તરફ જઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવેલા ટેન્કર નં. જીજે. 08. એયુ. 8975નો ચાલક મડાણા (ડાં)નો અલાઉદ્દીનખાન ઘાસુરાએ બંને ભાઇ- બહેનને અડફેટે લીધા હતા. જ્યાં બંનેના માથા ટેન્કરના ટાયર નીચે ચગદાઇ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતુ.
આ અંગે લાલસીંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેન્કર ચાલક સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લાલસીંગ માનસીંગ બારીયા અને રેખાબેનના પરિવારમાં ત્રણ દિકરા અને એક દીકરી હતી. અકસ્માતમાં એકની એક લાડકવાયી દીકરીનું મોત થયું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.