(જી.એન.એસ)તા.૨૧
કલોલ,
કલોલમાં રહેતા એક યુવકને ઓનલાઇન ઘરે બેઠા કમાવાનું મોંઘું પડયું હતું તેણે જાહેરાતની લીંકમાં ફોન કરતા તેની સાથે રૃપિયા બે લાખ દસ હજારની છેતરપિંડી થઈ હતી તેના ખાતામાંથી બે લાખ દસ હજારની રકમ ઉપડી ગઈ હતી જે અંગે તેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર ઘરે બેસી કમાવાની લાલચમાં યુવકને રૃપિયા ખોવાનો વારો આવ્યો છે કલોલમાં રહેતા કીતકુમાર રમેશભાઈ કાપડિયા ના કચબીર્ર્મં માં પોસ્ટ આવી હતી કે તમે ઘરે બેસી કામ કરી વધુ આવક મેળવો તેથી તેણે પોસ્ટમાં દર્શાવેલ નંબર ઉપર ફોન કરતા સામેની વ્યક્તિએ કિર્તીભાઈ પાસેથી તેમના નામ સરનામું ફોન નંબર બેન્ક ખાતા ની વિગત બેંકના ખાતા નંબર વગેરે મેળવ્યા હતા અને તેઓએ વિડીયો મોકલીને અલગ નંબર પરથી ઓટીપી ૪ આંકડાનો આપ્યો હતો જે ટાસ્ક પૂરો તેઓએ કરતા તેમના ખાતામાં સામેની વ્યક્તિએ ૧૭૭ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ અલગ અલગ પૈસા ભરવાથી ૩૦ ટકા નફો મળે તેમ જણાવ્યું હતું જેથી તેઓએ ૧,૦૦૦ ભર્યા હતા અને જુદી જુદી લીન્કો ઓપન કરતાં તેમાં તેઓએ અલગ અલગ પૈસા ભર્યા હતા તેઓએ કુલ એક લાખ રૃપિયા જેવી રકમ ભરી દીધી હતી ત્યારબાદ સામેની વ્યક્તિએ જણાવેલ કે તમારી રકમ ૩, ૦૨,૦૦૦ છે અને ક્રિસ્ટો કરન્સી થી ટ્રાન્જેક્શન માટે ૩૦ ટકા ટેક્સ ૯૦,૬૦૦ ભરવા પડશે આ ટેક્સ ભરવાથી તમને ૩૦૨૦૦૦ અને મૂળ રકમ તથા ૯૦,૬૦૦ મળી કુલ ૩,૯૨,૬૦૦ પરત મળી જશે તેમ જણાવ્યું હતું આ દરમિયાન તેઓના ખાતામાંથી રૃપિયા બે લાખ દસ હજાર અલગ અલગ લિંક તેમજ આઈડી ખાતાથી ટ્રાન્સફર થઈ ગયા હોવાનું માલુમ પડયું હતું પોતાની સાથે છેતરપિંડી થયું એનું માલૂમ પડતા તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.