મધ્ય પ્રદેશમાં ઉદ્યોગપતિના દીકરાનું ધોળા દિવસે અપહરણ
(જી.એન.એસ) તા. 13
ગ્વાલિયર,
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સવારે 6 વાગ્યે બદમાશોએ એક માતાની આંખોમાં મરચાંનો પાવડર નાખી તેના હાથમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું. આ અપહરણની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી દીધી છે.
ગ્વાલિયર રેન્જ આઈજી અરવિંદ કુમાર સક્સેનાએ અપહરણ કરાયેલા બાળક વિશે માહિતી આપનારને ₹30,000 નું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસે બાળકના પરિવાર પાસેથી 4 કલાકનો સમય માંગ્યો છે. જોકે, બાળકનું અપહરણ કરનારા ગુનેગારો વિશે કોઈ સુરાગ મળ્યો નથી. ધોળા દિવસે બાળકોના અપહરણના વિરોધમાં મુરાર વિસ્તારના વેપારીઓએ પોતાના વ્યવસાય બંધ રાખ્યા છે. આ ઘટનાથી વ્યથિત સ્થાનિક વેપારીઓએ ઘટના સ્થળે રસ્તો બ્લોક કરી દીધો છે. બીજી તરફ, પોલીસે અપહરણકારોની શોધ શરૂ કરી દીધી છે.
ગ્વાલિયર ખાતે દીકરાના અપહરણની ખબર મળતા જ ઉદ્યોગપતિ રાહુલ ગુપ્તાની પત્ની ગભરાઈ ગઇ અને ચીસો પાડવા લાગી, જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરી. ધોળા દિવસે અપહરણની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગુનેગારોને ઝડપી લેવા માટે શહેરમાં નાકાબંધી કરવામાં આવી, આ સમાચાર લખાતા સુધી અપહરણકર્તાઓનો કોઈ પતો મળ્યો નહોતો. મળતી માહિતી અનુસાર, દીકરાના અપહરણથી તેની માતા ભગવાનને પ્રાર્થના કરી રહી છે અને તંત્રને હાથ જોડીને વિનંતી કરી રહી છે કે તેના દીકરાને કોઇ પણ સંજોગે લઇને આવે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.